પ્રેમમાં શું હોય અને શું નહિ !

પ્રેમમાં શું હોય અને શું નહિ,આમ તો આવું કોઈ નક્કી ના કરી શકે પણ કદાચ આવું હોવું જોઈએ. એક નાનકડી રચના.


પ્રેમમાં એ બધું જ હોય જે બંનેને મંજુર હોય
પ્રેમમાં એક બીજાનો ટચ હોય એટલે જ સ્નેહ હોય
પ્રેમમાં ટાઈટ હગ હોય, એટલે જ હૂંફ હોય
પ્રેમમાં હસાહસી હોય,પ્રેમમાં રડારડ હોય
પ્રેમમાં દિવસ રાત વાતો હોય, સન્નાટો હોય
પ્રેમમા તસમસતા ચુંબનો હોય , સેક્સ હોઈ
પ્રેમમાં વિશ્વાસ હોય,પ્ ભરોસો હોય
પ્રેમમાં નિખાલસતા હોય, માસૂમિયત હોય

પ્રેમમાં એ બધું જ હોય જે એકબીજાને ખુશ રાખે
પ્રેમમાં એ બધું જ હોય જે બંને ને પાસે લાવે
પ્રેમમાં એ બધું જ હોય જે બંને ને બે માંથી એક કરે
પ્રેમમાં એ બધું જ હોય જે મને તારો કરે
પ્રેમમાં એ બધું જ હોય જે તને મારી કરે
પ્રેમમાં એ બધું જ હોય બસ બેવફાઈ ના હોય
પ્રેમમાં એ બધું જ હોય બસ કાઈ છુપાવવાનું ના હોય
પ્રેમમાં એ બધું જ હોય બસ જેમાં કાઈ ખોટું કરવાનું ના હોય
પ્રેમમાં એ બધું જ હોય, જેમાં બસ પ્રેમ જ હોય..
પ્રેમમાં જ આ બધું હોય, પ્રેમ વગર આ બધું નકામું હોય.


બીજી સરસ રચનાઓ 

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.