બુક રીવ્યુ : ધંધા - હાઉ ગુજરાતીસ ડુ બિઝનેસ બાય શોભા બોન્દ્રે

આમ તો આ પુસ્તક અંગ્રેજીમાં વાંચેલું,અંગ્રેજી ઘણું સરળ છે અને સમજવા માટે વારેવારે ડીક્ષનરી ખોલવાની જરૂર પડતી નથી. જો કે ગુજરાતીમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે. 

જો કે ગુજરાતીઓને ધંધો કેમ કરવો એ શીખવવાની જરૂર નથી, ગુજરાતીઓ કેવી રીતે ધંધો કરે છે એ માટે આ પુસ્તક છે. આ પુસ્તકમાં અલગ અલગ બિઝનેસમેનની ધંધો જમાવવા માટેના પહેલા પગલાથી લઈને છેલ્લે સુધીની સફરની ખુબ જ સરસ રીતે વર્ણવી છે. કોઈ ખોટી ફિલોસોફી કે શિખામણો નથી, સીધી હાઈવે જેવી વાર્તાઓ છે જે તમને પૂરી નાં થાય ત્યાં સુધી જકડી રાખે છે .
બુક રીવ્યુ : ધંધા - હાઉ ગુજરાતીસ ડુ બીઝનેસ બાય શોભા બોન્દ્રે
બુક રીવ્યુ : ધંધા - હાઉ ગુજરાતીસ ડુ બિઝનેસ બાય શોભા બોન્દ્રે

પહેલી વાર્તામાં  એક અમરેલી પાસેના નાનકડા ગામનો પટેલ ખેડૂતનો છોકરો જે વધુ ભણી શકતો નથી, મજુરી કરતા કરતા કેવી રીતે સુરત પહોચે છે અને હીરા ઘસતા ઘસતા હીરા  ઉદ્યયોગમાં પોતાના ભાઈઓની મદદથી કેવી રીતે પોતાનું સામ્રાજ્ય જમાવે છે એની આખી સફર વર્ણવી છે. બીજી વાર્તામાં એક લંડનમાં ભણેલ એન્જીનિયર ગુજરાતી છોકરો મુંબઈ આવીને ટાટા કંપનીમાં જોબ કરે છે. જોબ કરતા કરતા સાઈડમાં કેવી રીતે ધંધો કરે છે અને મોટી કંપની સ્થાપે છે એની વાર્તા છે. ત્રીજી વાર્તામાં  ગુજરાતથી અમેરિકા ગયેલ એક પટેલ પોતાની પત્ની અને ભાઈની મદદથી કેવી રીતે મોટેલ બિઝનેસમ ઘૂસે છે અને ગુજરાતીઓને  અમેરિકામાં મોટેલ  બિઝનેસમાં આવવા પ્રેરિત કરે છે. એક વાર્તા  એક કેમિકલ એન્જીનીયરની છે જેને  દરેક જોબમાંથી થોડા મહિનામાં કાઢી નાખવામાં આવે છે અને એક -બે વર્ષમાં ઘણી જોબ બદલાવવી પડે છે. પછી તે ઇન્સ્યોરન્સ એજન્ટ બની જાય છે અને ધીમે ધીમે અમેરિકાનો બેસ્ટ એજન્ટ બને છે. છેલ્લી એક વાર્તા શાહ પતિ પત્નીની છે જે અમેરિકામાં સેટલ થઈને ડોલર ભેગા કરીને પાછા ભારત આવી જાય છે પણ અહી ધંધો જમાવી શકતા નથી અને પાછા  અમેરિકા જાય છે ત્યાં મોટેલ બીઝનેસથી શરુ કરીને એક સફળ  હોટેલ ચેઈન સ્થાપે છે. 

આ બધી વાર્તાઓમાં એ વ્યક્તિની સ્ટ્રગલ , મહેનત અને  ધંધા માટેનું જનુન બતાવ્યું છે. ધંધાની સફરની સાથે સાથે પત્ની , બાળકો માતાપિતા વગેરેએ કેટલો  સપોર્ટ કર્યો  પણ બતાવ્યો છે. કોઈ પણ ધંધો સફળ બનાવવા માટે દરેક રીતે પરિવારનો સપોર્ટ હોવો ખુબ જ જરૂરી છે. આ બધા સફળ બીઝનેસ સ્થાપવા માટે ૨૪ કલાક મહેનત કરી છે, દિવસ રાત જોયા નથી. સફળ ધંધાનો પાયો નાખવા  માટે આઈડિયા , રિસ્કની સાથે સાથે પરિવારનો સપોર્ટ  અને શરીર નીચોવી નાખે એવી મહેનત પણ કરવી પડે છે. આ બુકમાં ધંધા ઉપરાંત સફળ થયા પછી એ લોકો એ સમાજ માટે કરેલ કામ વિષે પણ છે. 

આ પુસ્તક અમેઝોન પર અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં છે. તમે નીચેની લીંક પર ક્લિક કરી ખરીદી શકો છો. દરેક ધંધો કરવા ઈચ્છુક યુવાને આ પુસ્તક વાંચવું જ જોઈએ. 

     

(અમેઝોન એફીલેટ લિંક)

2 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.