જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી

માણસને કોઈક ને કોઈક તો વાત કરવા માટે જોઈએ જ. પછી એ રૂબરૂ હોય, ફોનથી હોય કે મેસેજથી. એ વ્યક્તિ મમ્મી, પાપા , ભાઈ , પતી/પત્ની, ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ કે કોઈ પણ હોઈ શકે. પણ ઘણી વખત આ વાતો ઘણા દિવસ સુધી બંધ થઇ જાય છે. તો જયારે જયારે વાત નાં થાય ત્યારે જીંદગીમાં કંઈક અધુરપ લાગે છે.  

જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી


કંઈક અધૂરું અધૂરું લાગે છે
જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી.

એ જ સૂરજ ઉગે છે, એજ સૂરજ આથમે છે
પણ રોશનીમાં કૈક કમી લાગે છે
જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી.


એ જ મોબાઈલ , એજ સોશિયલ મીડિયા એકાઉન્ટ,
પણ એમાં કઈ પોસ્ટ્સ મુકવાનું મન નથી થતું
જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી.

એજ મોંઘો હેડફોન, એજ સુંદર ગીતો
પણ એ કંઈક ફીલિંગ નથી આવતી
જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી.

એજ ટિફિન, એ જ મારું ફેવરીટ જમવાનું
પણ સ્વાદમાં કંઈક બદલાવ લાગે
જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી

એ જ ફેવરિટ ટી સ્ટોલ, એ જ આદુવાળી મારી ફેવરિટ ચાઇ
એ પણ થોડી ફિક્કી લાગે છે
જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી.

સવારે નીકળું છું સાંજે ઘરે પાછો ફરું છું
હું કંઈક મને જ બદલાયેલો લાગુ છું
જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી.

કંઈક અધૂરું અધૂરું લાગે છે
જ્યારે જ્યારે તારી સાથે વાત નથી થતી.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.