સ્કંદગીરી - વાદળોની ઉપર સૂર્યોદય

સ્કંદગીરી - વાદળોની ઉપર સૂર્યોદય 

સ્કંદગીરી

      આવા સરસ ફોટો માટે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા, અહીં ક્લિક કરો 


2019નું વર્ષ ઘણું સારું હતું, કોઈ શક ! 2019ની શરૂઆતના વીકએન્ડમાં જ મિત્ર જીતેશ દોંગાનો ફોન આવ્યો કે ભાઈ સ્કંદગીરી ટ્રેકિંગમાં જવું છે ? પછીના વીકેન્ડમાં જ ગોઆ જવાનો પ્લાન હતો એટલે પહેલા તો ના પાડી પછી ગુગલ પર ફોટા જોયા અને ફરી ફોન કર્યો કે ભાઈ અમારું પણ નામ એડ કરી દે. સ્કંદગીરી બેંગ્લોરથી લગભગ 70 કિમિ જેટલું દૂર છે. અમે ત્યાં એક ટ્રેકિંગ ટીમની સાથે જવાના હતા. મોનીકા કરીને એક  છોકરી બેંગ્લોરથી દર વીકેન્ડમાં 10-15 લોકોને અલગ અલગ સ્થળ પર ટ્રેકિંગ કરવા લઇ જાય છે , અમે એની સાથે જોડાયા. જો કે અમે એમની સાથે બસમાં જવાને બદલે બાઈકથી જવાનું પસંદ કર્યું. અમારે ટ્રેકિંગ સ્થળ પર લગભગ સવારે 3 વાગે મળવાનું હતું. આ મારા માટે પહેલું લાંબુ ટ્રેકિંગ હતું. ત્યાંથી ટોચ પર પહોંચવા માટે લગભગ ચાર કિલોમીટર જેવું ટ્રેકિંગ કરવાનું હતું. 

બેંગ્લોરથી અમે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ નીકળ્યા. હજુ જાન્યુઆરીની શરૂઆત હોય ઠંડી બહુ જ હતી. થોડું લાગ્યું આના કરતા બસમાં ગયા હોત  તો સારું રહેત. 50 કિમિ તો નેશનલ હાઈ વે જ હતો બાઈક ચલાવવાની પણ મજા આવતી હતી. વચ્ચે ચા માટે બે -ત્રણ અલગ અલગ જગ્યાએ ગયા પણ ક્યાંય મેળ ના પડ્યો. અંતે એક ટ્રકના ઢાબાં  પર અમને એક  નંબરની ચા મળી. હવે અમારે નેશનલ હાઈ - વે થી નીચે ગામડાના રસ્તા પર ઉતરવાનું હતું. રાત્રે 1 વાગે એ અજાણ્યા ખાલી  રસ્તા પર એકલા જતા ડર  લાગતો હતો. અમે બસની રાહ પર એ ખૂણે ઉભા રહ્યા. ત્યાં એક બાઈકમાં બે ભાઈઓ એ રસ્તેથી આવ્યા. વાત કરતા ખબર પડી કે એ બંને અમારી સાથે જ હતા આગળ રસ્તો ખબર ના હોય કે બીક લાગી હોય પાછા આવ્યા. પછી થોડીવાર ત્યાં જ બેસીને સાથે ધીમે ધીમે સ્કંદગીરી બાજું  નીકળ્યા. 

અમે લગભગ 3 વાગે સ્કંદગીરી બેઝ પર પહોંચ્યા. ત્યાં જ થોડીવારમાં બસ પણ આવી પહોંચી. અમે પોતપોતાનો પરિચય આપ્યો, થોડો નાસ્તો કર્યો અને લગભગ 4 વાગે ટ્રેકીંગની શરૂઆત કરી. અમે બધા સાથે રહી શકીએ એટલે કોલ રાખ્યો "એલેક્સા" એ બોલો એટલે આપણી ટીમવાળા  આજુબાજુમાં હોય તો "ઓકે ગુગલ" બોલે. લગભગ 4 કિલોમીટરનું ટ્રકિંગ હતી, ઠંડી તો શરૂઆતમાં જ ઉડી ગઈ. પગથિયાં તો હતા નહીં , એમનમ ચડાણ  કરવાનું હતું. આજુબાજુનો વ્યુ માણતા માણતા  અંધારામાં ટોર્ચના સહારે ચઢાણ ચાલુ રાખ્યું. 



પહેલી વખત આટલું ટ્રેકિંગ કરતો હોય શ્વાશ ચઢી જતો હતો. માંડ માંડ આરામ કરતા કરતા ઉપર પહોંચ્યા. ઉપર હદ બહાર ઠંડી લાગતી હતી. ત્યાં એક મંદિર છે ત્યાં દીવાલ પાસે ઓથમાં થોડી વખત ઉભા રહ્યા. ત્યાં અમારી ગાઈડ મોનીકાએ આવીને કહ્યું કે બેસ્ટ વ્યુ માટે અમુક ખાસ જગ્યાએ બેસવા કહ્યું. અમે ત્યાં બેઠા. ઠંડી વધતી જતી હતી. ધીમે ધીમે અજવાળું થવાને બદલે વધુ અંધારું થતું જતું હતું. તારોડિયાઓ એકદમ ચોખ્ખા દેખાતા હતા. ધીમે ધીમે એટલા વાદળાઓ આવ્યા કે નીચેના ગામની લાઈટો દેખાતી બંધ થવા માંડી. અમે થોડા નિરાશ થયા કે આ વાદળો આવશે તો સૂર્ય ક્યાં દેખાશે. 




ધીમે ધીમે વાદળોનો દરિયો સામે હોય એવું લાગ્યું. ધીમે ધીમે ક્ષિતિજો પર કલર બદલાતા હતા. અને આખરે પ્રતીક્ષાનો અંત  આવ્યો, સુરજદાદાની સવારી ધીમે ધીમે વાદળો વચ્ચે જગ્યા બનાવી આવી પહોંચી. લોકોએ ચિયર્સ સાથે સ્વાગત કર્યું. 



બીજી તરફનો વ્યુ 




આ મજાનો અલગ જ પ્રકારનો અનુભવ લઈને અમે નીચે તરફ પ્રયાણ કર્યું. મને ટ્રેકિંગનો વધુ અનુભવ ના હોય એક જગ્યાએ મેં શરીર પર કાબુ ગુમાવ્યો અને વધુને વધુ સ્પીડ પર નીચે તરફ ભાગ્યો, આગળ સંતુલિત જગ્યા પર અમારી ટ્રેકિંગ ગાઈડ હતી એને પકડી હું માંડ ઉભો રહ્યો, અને એમાં એ પડી ગઈ. જો કે એમને કાંઈ લાગ્યું ના હતું એટલે સબ સલામત હતું. અમે હસતા હસતા નીચે પહોંચ્યા.  રસ્તામાં અમે સાઉથ ઇન્ડિયન નાસ્તો કરી ઘરે પહોંચ્યા.  ક્યારેય પણ બેંગ્લોર રોકાવવાનું થાય તો જીવનમાં એક વખત આ અનુભવ લેવા જેવો ખરો. (ડિસેમ્બર - ફેબ્રુઆરી બેસ્ટ) 




ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.