આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ

આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ

હું કહું એમ જ કરવું જોઈએ.


ક્રિકેટરે આમ ના રમવું જોઈએ, તેમ ના વર્તવું જોઈએ,

ફિલ્મોમાં હું કહું એવું જ બતાવવું જોઈએ.


ડોકટરોએ આમ સારવાર ના કરવી જોઈએ, તે દવા ના આપવી જોઈએ

હોસ્પિટલો હું કહું તેમ જ ચાલવી જોઈએ


નોકરીમાં આમ કામ ના હોવું જોઈએ, તેમ રજા ના મળવી જોઈએ,

હું કહું એમ જ કંપનીઓ ચાલવી જોઈએ


વડાપ્રધાને આવા નિર્ણયો લેવા ના જોઈએ, તેમ ના બોલવું જોઈએ

હું કહું એમ જ દેશ ચાલવો જોઈએ.


લેખકે આવું લખવું ના જોઇએ, ગાયકે તેવુ ના ગાવું જોઈએ

મને ગમતા નિયમો પ્રમાણે જ કવિતા હોવી જોઇએ


ફેસબુકમાં આમ ના કરવું જોઈએ, ટ્વીટરમાં તેમ ના કરવું જોઈએ

મારી મજા પ્રમાણે જ સોસીયલ મીડિયામાં શેર થવું જોઈએ


આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ

હું કહું એમ જ કરવું જોઈએ.


ભાઈ તું કહે એમ તારું ઘરમાં પણ ચાલવું જોઈએ

તું કહે બટેટાનું શાક અને દૂધીનું શાક ના બનવું જોઇએ


- અંકિત સાદરીયા 

આ બ્લોગ પસંદ હોય તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.

ગુજરાતી

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.