ત્યારે એમ જ બનતા હતા મિત્રો !

જ્યારે મિત્ર બનાવવા કાઈ ના હતું,
ત્યારે એમ જ બનતા હતા મિત્રો !
મોંઘી ગાડી જોઈ જ ના હતી,
એક પેન્સિલ આપવાથી બનતા હતા મિત્રો !
નોકરી કે ધંધાના સ્ટેટ્સ વગર,
શાળાએ એમ જ બની જતા હતા મિત્રો !
એક પણ ફોન કોલ વગર,
કેવા સમયસર મળી જતા હતા મિત્રો !
સોસીયલ મીડિયા વગર પણ,
કેટલા સોસીયલ હતા એ મિત્રો !
મિત્રો બનાવવાની એપ્લિકેશન વગર જ,
ત્યારે એમ જ બની જતા હતા મિત્રો !

- અંકિત સાદરીયા.


Friendship day

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.