એક ફ્રેન્ડ તો એવો હોઈ જ ..!! ફ્રેન્ડશીપ ડે !!
આપણા ગ્રુપ માં ઘણા ફ્રેન્ડ્સ હોઈ છે , બધાની અલગ અલગ ખાસિયત હોઈ છે જેમ કે ...
- એક ફ્રેન્ડ તો એવો હોય જ, રોજ કોલેજ જતા પહેલા તમને બોલાવવા આવે અને તમે તૈયાર થાવ ત્યાં સુધી બહાર ઉભો ઉભો તમારી રાહ જુવે.
- એક તો એવો હોય જ, જે દિવસમાં એક વાર તો ફોન કરે જ , ચલને યાર ક્યાંક નાસ્તો કરવા જઈએ ભુખ લાગી છે.
- બધાને એક ફ્રેન્ડ એવો હશે કે જે વાતવાતમાં - "ચલ તો પાર્ટી થઇ જાય" . (અને પોતે ક્યારેય પાર્ટી નાં આપે !! )
- એક નંગ એવો પણ હોઈ, વાત વાતમાં તમારી પાસે સલાહ લેવા આવી જાય - " યાર બોવ ટેન્શન થઇ ગયું છે શું કરું !!" કે "યાર પેલી કોલેજમાં નવી આવી, ઈ આપણાથી પટે કે નઈ ".
- એક બિઝનેસમેન પણ હોઈ - " દોસ્ત પેલા ધંધામાં રૂપિયા બોવ હો , કરવા જેવું ", " ચલ ને યાર ૫૦-૫૦ % માં કૈક ચાલુ કરીએ".
- એક એવો હોઈ જેના બોવ બધા કોન્ટેક હોઈ, સારી એવી પહોચ હોઈ પણ કામમાં ક્યારેય ના આવે .
- એક બે તો એવા હોઈ જ (હું શરત લગાવી શકું ) કે છોકરીઓ ની પાછળ આંટા માર્યા કરે . " અરે પેલી સ્કુટી વાળીની પાછળ લે , સ્માઈલ આપી જલ્દી ..."
- એક બે "માવા" ફ્રેન્ડ . પાનનાં ગલ્લે જ મળે ..." લે મનીયા , તઈ માવો ખવડાવ...."
- ગમે ત્યાં જવું હોય, એક ૧૫ મીનીટ મોડો આવવા વાળો હોઈ જ .
- એક સ્પેશિયલ ફ્રેન્ડ હોય, જયારે તમારે જરૂર હોઈ ત્યારે એ સાથે જ હોઈ .."મુંજાતો નઈ હો , હું બકા સાથે જ છુ "
- એક - બે "ગુગલ" ફ્રેન્ડ હોઈ , જેની પાસે આખા ગામની હિસ્ટ્રી હોઈ - " એલા આમાં પડતો નઈ હો , એને થેલેસેમિયા છે ." (મેડીકલ રીપોર્ટ સુધી નો ડેટા !!! )
- બે ત્રણ "ફેમીલી" ફ્રેન્ડ હોઈ , જે આપના ફેમીલીમાં બધા ને ઓળખતા હોઈ . લગ્ન પ્રસંગમાં આવા ફ્રેન્ડ બોવ કામમાં આવે .
- અને છેલ્લે ઘણા બધા એવા ફ્રેન્ડ હોઈ કે જેનું એક જ કામ હોઈ - " એલા ભાભી શું કરે ?"