આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

"પતંગિયા ની પ્રીત "

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

"પતંગિયા ની પ્રીત "

Butterfly

સવારે દરવાજો ખોલતા જ
નીચે પડેલું એ પતંગિયું હતું।
આખી રાત નો થાક અને પીડા,
એની સુંદરતા ને ઝાંખી પડતા હતા।

કદાચ એને પણ પેલી પ્રકાશિત ટ્યુબ લાઈટ
 ને ચાંદ  માની લીધો હશે મારી જેમ,
કર્યા હશે ધમપછાડા આખી રાત પામવા ને એને
પણ એને ક્યાં ખબર એ "બેવફા " અનો ચાંદ  નથી.

કરી મેં ધીરે થી એને  જગાડવા ની કોશિશ
થયું હમણાં ઉડશે ગગન ભણી,
ઉડી જશે એની દુનિયા માં અને ,
પામશે ફૂલો ની નવી "પ્રીત" એના જીવન માં।

પણ નાં , હવે એ કદાચ બોવ થાકી ગયું હતું ,
ઉઠવા ની ક્ષમતા તો હતી એના માં
પણ કદાચ એ અંદર થી મરી ગયું હતું
હા ! મારી જેમ જ એ થાકી ગયું હતું।


-અંકિત સાદરીયા                       

તમને આ પોસ્ટ વાંચવી પણ ગમશે :  થોડી સ્વRચિત રચનાઓ

Comment with Facebook