ફેસબુક ની માયાજાળ

"ફ" ફેસબુક નો "ફ".

facebook
ફેસબુક
 આજકાલ  ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ જોવા મળશે જે ફેસબુક નાં  વાપરતો હોઈ. આ બ્લોગ વાંચવા પણ મોટા ભાગ નાં વાંચકો ફેસબુક પર ની  લીંક  જોઈ ને જ આવ્યા હશે. શું ફેસબુક એટલું બધું અગત્ય નું છે કે બધાયે યુઝ કરવું જ પડે ? ફેસબુક નાં વાપરનાર પછાત કહેવાય ? શું તમે સ્માર્ટ  ફોન ફેસબુક કે વોટ્સએપ માટે જ લીધો છે ?  થોડું વિચારી જોજો. પહેલા જે ટીવી માટે કહેવાતું એ આજે ફેસબુક માટે કહેવાશે જેમ કે "માર્યાદિત ઉપયોગ કરો" , "નોલેજ માટે ઉપયોગ કરો ", "ટાઈમપાસ માટે નું માધ્યમ છે વગેરે વગેરે। .. અરે પહેલા ટીવી પર એક નિબંધ બોવ જ પૂછાતો "ટેલીવિઝન ના લાભાલાભ" પણ હવે "ફેસબુક નાં લાભાલાભ" પુછાય તો નવાઈ  નહી !!

આપણા  માંથી મોટા ભાગના ફેસબુક ના કીડાઓ  બની ચુક્યા છીએ. મોટા ભાગનો ટાઈમ આપને ફાલતું  કમેન્ટ્સ  કરવા માં કે એવા સ્ટેટસ અપડેટ કરવામાં કે પછી બીજાના એવા સ્ટેટસ વાંચવા માં જ વેડફીયે છીએ. વિચારો જયારે ફેસબુક નાં હતું ત્યારે તમે કેવી રીતે ટાઇમ પાસ  કરતા? ત્યારે રીયલ માં કેટલા મિત્રો હતા અને આજે કેટલા છે ?  થોડું વિચારી જોજો.

"ફેસબુક તમારા માટે છે, તમે ફેસબુક માટે નહિ "

થોડા શબ્દો માં કહીએ તો ફેસબુક ની જિંદગી બોવ ટૂંકી છે , ખુશી ટેમ્પરરી  હોઈ છે. "હાઈ " થી સ્ટાર્ટ થતી ફ્રેન્ડશીપ "બાય" થી ખતમ થઇ જાય છે. "એડ ફ્રેન્ડ " થી લઇ ને "બ્લોક" ના બટન સુધી માં ફીલિંગ બોવ ઓછી અને ટાઈમ પાસ બહુ જ વધારે હોઈ છે. ફેક પ્રોફાઈલ પીક રાખી ને કદાચ આપને આપની જાત ને "કુલ " કે "સેક્સી" બનાવી શકીએ છીએ પણ અંદર થી તો આપણે , ખુદ આપણે  જ છીએ. દુનિયા ને તો આપને એ જ ભગવાને આપેલા ચહેરા સાથે મળવા નું હોઈ છે.

ઘણી વખત ફેસબુક માં મળતી સસ્તી પબ્લીસીટી રીયલ લાઈફ  ને બહુ જ ડિફિકલ્ટ બનાવી દ્યે છે. જયારે ફેસબુક માં 5000 ફ્રેન્ડસ હોઈ , સ્ટેટસ અને પ્રોફાઈલ પિક માં 500-1000 લાઈક આવતા હોઈ , સુપર સ્ટાર  ની ફીલીંગ  આવતી હોઈ પણ જેવું "લોગ આઉટ"  થાય , "સ્વપ્ન" ખતમ. "લોન્લીનેસ"  સામે આવી ને ઉભી હોઈ।  કોલેજ કે ઓફીસ માં ગણ્યા ગાંઠ્યા પાંચ ફ્રેન્ડસ પણ પોતાના કહી શકાય એવા નો હોઈ. ત્યારે જેમ દારૂડિયો દુખ દુર કરવા વધુ દારૂ પીવે એમ આ ફેસબુક નો હીરો (કે હિરોઈન) સ્ટાર ના નશા માં રહેવા વધુ ફેસબુક કરે.

એવું નથી કે ફેસબુક આવા લોકો માટે જ છે, નોર્મલ લોકો પણ છે।  જે ફેસબુક નો ઉપયોગ જુના સબંધો સાચવી રાખવા કરે।  મહીને એકાદ વાર બધા જુના ભાઈબંધો સાથે ગોષ્ઠી  કરી લ્યે. તો અમુક જયારે સાવ ફ્રી  થઇ ત્યારે "લોગ ઈન" કરી થોડી "ફેસબુક ની દુનિયા" ને ફંફોસે. કેટલક લોકો પોતા નાં બીઝનેસ નાં માર્કેટિંગ માં ફેસબુક નો સારો એવો ઉપયોગ કરી જાણે છે. તો ઘણા લોકો ઇન્ફોર્મેશન અને હેલ્પ માટે ફેસબુક નો ઉપયોગ કરે છે.

એની વે , ફેસબુક એ એન્જોય કરવા નું સોસીયલ માધ્યમ છે , તમારા ટાઈમ અને રૂચી પ્રમાણે ઉપયોગ કરો તો બહુ જ ઉપયોગી છે બાકી ટાઈમ વેસ્ટ છે। ..એન્જોય .


 આ પોસ્ટ પણ તમને ગમશે  :   ફેસબુક માં પણ અનામત (આરક્ષણ ) હોત તો ...  

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.