ત્યાં સુધી ભગવાન પણ આ દેશ ને નાં બચાવી શકે !!

દેશ નાં નેતાઓ ની તો સમજ્યા પણ આપણી( કે આપણા જેવા જ અમુક નંગ ની ) જ અમુક હરકતો એવી છે જેના કારણે "ચેન્જ આવશે " ની થોડી ઘણી આશા પણ ધૂંધળી દેખાઈ છે , ચલો થોડી ઘણી હું અહી લખું અને થોડી ઘણી તમને આજુબાજુ માંથી મળી રહેશે !!
 • જે દેશ માં પાણી ની પરબ પર ગ્લાસ્સ ને સાંકળ થી બાંધી રાખવો પડે  છે , તે દેશ માં પ્રધાનમંત્રી બદલવા થી કોઈ ફરક ના પડે
  ....
  તે દેશ ને ભગવાન પણ નાં બચાવી શકે !!

 • જ્યાં સુધી જાહેર સીડીઓ નાં ખૂણામાં થુંક ની પીચકારીઓ હશે
  ત્યાં સુધી મોદી , કેજરીવાલ તો ઠીક 

  ખુદ ભગવાન પણ આ દેશ નું કઈ નાં કરી શકે .
 • જ્યાં સુધી એક મેચ માં ખરાબ પર્ફોમન્સ પછી ,
  ક્રિકેટરો નાં ઘરમાં પથ્થરો ફેકવા વાળા છે
  ત્યાં સુધી

  ભગવાન પણ આ દેશ ને નાં બચાવી શકે !!
 • જ્યાં સુધી નાના બાળકો ને ચોકલેટો આપી
  ભોળવી પતાવી ને યૌન શોષણ કરવા વાળા કીડાઓ છે
  ત્યાં સુધી
  ભગવાન પણ આ દેશ ને નાં બચાવી શકે !!
 • જ્યાં સુધી ભગવાન ના ફોટા નીચે જ
  ભેળસેળ કરવા વાળા વેપારીઓ છે

  ત્યાં સુધી
  ભગવાન પણ આ દેશ ને નાં બચાવી શકે !!

 • જ્યાં સુધી શેરીઓ માં આડેધડ કાર પાર્ક કરી ,
  દાદાગીરી કરવા વાળાઓ છે

  ત્યાં સુધી
  ભગવાન પણ આ દેશ ને નાં બચાવી શકે !!
 • જ્યાં સુધી કેટલું કરપ્શન કરવા મળે છે એ જોઈ ને
  તલાટી મંત્રી ની એક્ઝામ આપવા વાળાઓ છે
  ત્યાં સુધી
  ભગવાન પણ આ દેશ ને નાં બચાવી શકે !!
 • જ્યાં સુધી ફેસબુક માંથી છોકરીઓ ના ફોટા ઉપાડી
  એડીટ કરી ને મજા લેવા વાળાઓ છે
  ત્યાં સુધી
  ભગવાન પણ આ દેશ ને નાં બચાવી શકે !!
 • જ્યાં સુધી એક ફેક (કે ઓરીજીનલ ) છોકરી ની કમેન્ટ જોઈ ને
  નીચે "add me , add me " કરવા વાળાઓ છે
  ત્યાં સુધી

  ભગવાન પણ આ દેશ ને નાં બચાવી શકે !!

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.