જો કોરોનાકાળમાં PPE કીટ પહેરીને ગરબા થાય તો?

જો કોરોનાકાળમાં PPE કીટ પહેરીને ગરબા થાય તો? ખરેખર થોડું હળવાશ માટે વિચારીએ તો, આખો માહોલ કેવો જામે? 

1. આયોજકો પાસમાં કેમ વેરીફાય કરે કે જેનો ફોટો છે એ જ વ્યક્તિ છે? 


2. ગરબા રમતી વખતે બધાએ સોસીયલ ડિસ્ટનસિંગ જાળવવાનું. સાલું કોઈ ભટકાય જ નહીં તો એકલા એકલા ગરબે રમતા હોય એવું લાગે.


3. છોકરીઓ PPE કિટમાં પણ ઉપર અવનવા રંગના ભરતકામ કરાવીને આવે.PPE  કીટમાં  પાછળ નામ પણ લખી શકાય જેથી ઓળખવામાં સરળતા રહે. 


4. તમે ખોટા સ્ટેપ રમતા હોય તો લોકોને થાય કદાચ PPE કીટને લીધે આવું થતું હશે.


5. ગરબે રમતા રમતા પાર્ટનર બદલાય જાય તો ખબર જ ના પડે. 


6. ગ્રાઉન્ડમાં કોઈને શોધવો હોય તો PPE કિટમાં લગભગ અશક્ય લાગે.


7. ઉપરથી ડ્રોન વ્યુ બતાવે ત્યારે એલિયન્સ ગરબે રમતા હોય એવું લાગે.


8. છેલ્લે પ્રિન્સ પ્રિન્સેસ બનનારને વેન્ટિલેટર, સેનીટાઇઝર, રંગબેરંગી માસ્કસ જેવી ગિફ્ટસ પણ મળી શકે.


9. PPE કિટમાં બહુ ગરમી કે મૂંઝારો ના થાય એટલે ઓક્સીઝનનો બાટલો પણ સાથે રાખી શકાય. એવું લાગે કે હમણાં સ્પેશશટલ આવશે અને અવકાશયાત્રીઓ મંગળ પર જઈને પણ ગરબા કરશે. (કોઈ એલોન મસ્કને આઈડિયા નો આપતા હો 😂)



10. વરસાદ આવે તો પણ પલળવાની કોઈ બીક ના રહે.જો કે આપણે રેઇનકોટ અને હેલ્મેટમાં ગરબા જોયા જ છે.


11. ચોથિયું જેવા ગરબા જેમાં સામે સામે તાળી મારવાની હોય એ બધા ગરબા ફરજીયાત દાંડિયાથી જ રમવાના.


12. ગ્રાઉન્ડમાં નવા નવા સ્ટેપ આવી શકે જેમ કે માસ્ક સ્ટેપ, કોરોના સ્ટેપ, વેન્ટિલેટર સ્ટેપ. 


13. અમુક ઉત્સાહી આઇટમો કોરોનાં માતાજીનો ગરબો બનાવે તો પણ નવાઈ નહિ. મા ચાઈનાથી ઉતર્યા કોરોના રે, જઈએ સેનીટાઇઝરની બોટલ લઈને રે, હાલો હાલોને  માસ્ક પહેરીએ રે..


14. સાલું મોઢું જ ના દેખાય તો લાઇન કેમ મારવી? પાસનાં રૂપિયા પણ વસુલ ના થાય.


15. આપણે લોકો રમવા કરતા નાસ્તો કરવા વધુ જઈએ છીએ. ગ્રાઉન્ડમાં અડધી કલાક પછી હમેશા રમવા કરતા કેન્ટીન પર વધુ ભીડ હોય. માસ્ક કાઢીને નાસ્તો કરવો? 


16. સ્ટેજ પર સેલિબ્રેટી આવે તો એમને કેમ ઓળખવા..કોઈને પણ PPE કીટ પહેરાવી સેલિબ્રિટી બનાવીને લાવી શકાય.


17. સાલું PPE કીટ સાથે સેલ્ફી કેમ લેવી, ઇન્સ્ટાગ્રામ રિલ્સ કેમ બનાવવી (ટિકટોક બેન છે..હહહ)


18. છોકરી તૈયાર થઈને સાંજે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકે પછી ઉપર PPE કીટ પહેરી લે..એ છોકરીને શોધવામાં જ 5-10 જુવાનીયાઓની નવરાત્રી જતી રહે.


19. સ્ટેજ ઉપર ગાયકો ખુદ ગાઇ છે કે કેસેટ વગાડે કોઈને કાંઈ ખબર ના પડે.


20. સોસાયટી નવરાત્રીમાં PPE કીટ પહેરીને ગયા હોય અને ઘરે મોડી રાત્રે એકલા ચાલીને આવતા હોય તો  આપણને ભૂત માનીને કોઈને હળવો હાર્ટ એટેક પણ આવી શકે.


નોંધ - આ આર્ટિકલ ફક્ત હસવા માટે છે. કોઈએ ઉડતા તિર લેવા નહિ ! જલ્દીથી બધું નોર્મલ થાય એવી માતાજીને પ્રાર્થના કરીએ. 

તમને આ લેખ ગમ્યો હોય તો આ બ્લોગ ફોલો કરીને જરૂરથી શેર કરજો. 

અન્ય રમુજી લેખ 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.