સોશિયલ મીડિયાના ગરબા

મોટાભાગના ગરબાઓ સોસીયલ મીડિયા આવ્યું એ પહેલા લખાયેલા છે. અમુક માતાજીની ભક્તિ માટે લખાયેલા છે તો અમુક લોકગીતો છે. આ લોકગીતો આજના સમયમાં લખાયા હોત  તો કેવા હોત  - 

નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું

નહિ કરું રે તારા વોટ્સ અપમાં મેસેજ નહિ કરું
--

આવતા જતા જરા નજર તો નાખતા જજો,
બીજું તો કાઈ નહિ પરંતુ કેમ છો કહેતા જજો

આવતા જતા જરા સ્ટેટ્સ તો જોતા જજો
બીજું તો કાઈ નહિ પરંતુ લાઈક શેર કરતા જજો


--

સોના ઈંઢોણી, રૂપા બેડલું રે નાગર,
ઊભા રો રંગ રસિયા...

એન્ડ્રોઇડ ફોન, જીઓનું નેટ રે નાગર
વિડિયો કોલ કરો રંગ રસિયા..


----

ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય

કમેન્ટુ કરતો જાય મોરલો કમેન્ટુ કરતો જાય

--

એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

એક અમદાવાદ શેરની છોરી છબીલી
સ્વાઈપ કરતી ડાબી ને જમણી
સુરત જાણે એપલ ફોનની ટિંડર બજારે જાય
ભાતીગળ રીંગટોન વગાડે
મોબાઇલ ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ થાય..


--

હો રંગ રસિયા ! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

હો રંગ રસિયા! ક્યાં કરી આવ્યા ચેટ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

--

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ફેસબુકયા પોસ્ટ તું નબળી મુક માં, નબળી મુક માં
ફેસબુકની રીચ કાઉન્ટ જોજે ઓછી થાય ના, જોજે ઓછી થાય ના


---

કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

ચેટિંગનો રંગ તને લાગ્યો રે ડોસલા
ચેટિંગનો રંગ તને લાગ્યો રે લોલ

બાકીના હવે તમે જ જાતે બનાવી લેજો અને કમેન્ટ કરજો. જો તમને મજા આવી હોઈ તો બ્લોગની લિંક તમારા મિત્રોમાં શેર કરજો અને બ્લોગ ફોલો કરજો.
આ પોસ્ટ વાંચવી પણ તમને ગમશે "જો બકા - નવરાત્રી સ્પેશિયલ"

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.