બુક રીવ્યુ - દરિયાલાલ -
હાજી કાસમ તારી વીજળી વાંચ્યા પછી ગુણવંતરાય આચરાયની શ્રેષ્ઠ નવલકથા દરિયાલાલ વાંચવાની ઈચ્છા હતી. લાઈબ્રેરીમાં પુસ્તક આપવા ગયો ત્યાં સામે જ દરિયાલાલ નવલકથા પડી હતી જાણે મારી જ રાહ જોઈ રહી હતી. દરિયાલાલ વીશે પહેલા જ ઘણું સાંભળ્યું હતું એટલે વાંચવાની ઉતાવળ તો હતી જ.
દરિયાલાલ નવલકથા આફ્રિકામાં પેઢીમાં કામ કરતા ગુજરાતીઓ વીશે, ઇતિહાસનો અભ્યાસ કરીને લખાયેલી છે. આપણા કચ્છી, સૌરાષ્ટ્રના લોકો ત્યાં રહીને કેવી રીતે પેઢી ચલાવતા, કેટલો દબદબો હતો, કેટલા માનપાન હતા એ તો તમે જાણી જ શકો સાથે વાર્તા છે લાઘાભા, રામ ભાઈ, રહેમુલ્લાની. વાર્તાની શરૂઆત થાય છે રામ ભાઈથી. આ પેઢી પણ ગુલામોના વેપારમાં સંકળાયેલી હતી. રામ ભાઈ એક સાથે 20 ગુલામોને પકડીને લાવતા હતા, રસ્તામાં એવી ઘટના ઘટી કે એને પ્રણ લીધું કે આફ્રિકામાંથી ગુલામોનો વેપાર બંધ કરીને જ રહેશે. આ માટે એ પેઢી પણ છોડી દે છે અને એકલા નીકળી પડે છે. આ બાજુ લાધાભા પણ ગુલામોના વેપાર સાથે સંકળાયેલા હોવા છતાં એને યોગ્ય મદદ કરે છે. આ લાધાભાનું કેરેક્ટર સાચું છે. એ વખતે એમનો દબદબો એટલો હતો કે ત્યાંના સુલતાન પણ એમની સલાહ લઈને રાજ ચલાવતા. પુસ્તકમાં અંગ્રેજો વિષે, આફ્રિકન ક્લચર અને ત્યારની એમની રહેણી કહેણી વીશે, ત્યાંના સુલતાન વિશે, જંગબાર વિશે ઘણું છે. છેલ્લે આવે છે લાલિયો ઘંટ અને કલાઇમેકસ એકદમ ઝકડી રાખે એવો છે.
આ પુસ્તક એક સરસ મજાનું ફિલ્મ બની શકે એ માટેની તૈયાર વાર્તા છે. હજુ સુધી કોઈએ પ્રયાસ પણ કર્યો છે કે નહિ એ વિષે બહુ ખબર નથી પરંતુ બનવું તો જોઈએ જ. દરેક પુસ્તક પ્રેમીએ આ પુસ્તક વાંચવું જ જોઈએ. પુસ્તક વાંચ્યા પછી પણ થાય કે આ પુસ્તક પૂરું કેમ થઇ ગયું , આના બે ત્રણ ભાગ હોત તો પણ વાંચી શકાય. આ પુસ્તક વસાવી રાખવા જેવું છે.
દરિયાલાલ પુસ્તક અમેઝોન પરથી અહીં ક્લિક કરીને તમે ખરીદી શકો છો.
બીજા ગુજરાતી પુસ્તકોના રીવ્યુ માટે અહીં ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી: