પક્ષીઓને રવિવાર નથી હોતો!
આ એક શાળાનું ઝાડ છે
આજે રવિવારે શાળામાં રજા છે
તો પણ આ પક્ષીઓ શાળાએ આવ્યા છે..
શું પક્ષીઓને રવિવાર નથી હોતો?
એમને રજાની જરૂર નથી પડતી?
કે પછી એમને રોજ રજા જ હોય છે?
પક્ષીઓ રોજનું ખાવાનું શોધવાને કામ નથી ગણતા
એને દાણા શોધવાના બદલે બીજું કંઈક કરવાનું ક્યારેય નથી વિચાર્યું,
અમુક પક્ષીઓ દાણા ઉગાડે કે શોધે અને
બાકીના બીજું કામ કરી એ ખરીદે એવું નથી.
બધા સરખું જ કામ કરે છે, ખોરાક શોધવાનું
અને તો પણ કોઈ કંટાળતું નથી
કોઈને રવિવારની રજા રાખવી પડતી નથી
કોઈ નથી કહેતું કે મારો શોખ અલગ છે!
હા તેઓ કદાચ આપણા જેટલા બુદ્ધિશાળી નથી
અને કદાચ એટલે જ એમને રવિવારની જરૂર નથી!
- અંકિત સાદરીયા
- જો તમને આ પોસ્ટ ગમી હોય તો બ્લોગ જરૂરથી ફોલો કરજો અને મિત્રોમાં શેર કરજો.
- આ બ્લોગ તમને ગમે તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.
- ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
- ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો

ટિપ્પણીઓ નથી: