બુક રીવ્યુ - આશકા માંડલ - અશ્વિની ભટ્ટ

ભાગ્યે જ કોઈ ગુજરાતી વાંચક હશે જેમણે  અશ્વિની ભટ્ટનું એક પણ પુસ્તક ના વાંચ્યું હોય. હમણાંને હમણાં અશ્વિની ભટ્ટના ઘણા પુસ્તકો વાંચ્યા. ઘણા લોકોએ આશકા માંડલ વાંચવાનું સજેસ્ટ કરેલું. આ વખતે લાઈબ્રેરીમાં ગયો ત્યાં સામે જ આ પુસ્તક પડ્યું હતું તો લઇ લીધું. 

આશ્કા માંડલ



આશકા માંડલ વાર્તા રાજ્સ્થાનના એક રાજવી કુટુંબથી શરુ થાય છે. એના મહેલમાં લાઇબ્રેરીયનનું ખૂન થાય છે, એનો પગેરો શોધતા શોધતા હમીરગઢનો રાજકુમાર સિગાવલ કેશી આશ્કા માંડલને મળે છે. આગળ જતા વાર્તા એવી ઘડાઈ છે કે અંગ્રેજો, ડાકુઓ, અંગ્રેજો વિરુદ્ધમાં લડતા અને અચાનક ગમ થઇ ગયેલા શરનસિંહના માણસો, સિગાવલ અને આશ્કા માંડલ બધા નાના સાહેબે છુપાવેલા ખજાનાની શોધમાં નીકળે છે. આ યાત્રા ખુબ જ કઠિન છે, વળી બધાનો આ યાત્રામાં જોડાવાનો હેતુ પણ અલગ અલગ છે. સિંગાવલ આશકા અને એના ભાભીનું ધ્યાન રાખવા જોડાય છે, આશકા એના પિતા શરનસિંહની શોધમાં જાય છે. અંગ્રેજો અને ડાકુઓને ખજાનામાં રસ છે. આ કઠિન યાત્રાનું વર્ણન એટલું સરસ અને રોમાંચક છે કે તમે બુક મૂકી જ ના શકો. 

મને આ પુસ્તક વાંચવાની એકદમ મજા આવી. સૌથી બેસ્ટ છે પાત્રો અને વાર્તાની કનેક્ટિવિટી. સસ્પેન્સ પણ ઘણું છે એટલે થાય કે આગળ વાંચ્યા જ કરીએ. અલગ અલગ વાર્તાઓ કનેક્ટ થાય છે શરનસિંહની વાર્તા, લાઇબ્રેરિયનના ખૂનની વાર્તા, આશકા માંડલ વિશે થોડું. રણ પ્રદેશમાં આવેલ હમીરગઢ, લીલા છમ ચંબલ વગેરે સ્થળો છે. ખાસ કરીને રણ પ્રદેશ વિશે ઊંડાણમાં માહિતી છે. 

આ પુસ્તકનો અંત થોડો ખુચ્યો. અંતમાં જલ્દી પૂરું કર્યું કે પછી બીજા ભાગ માટે રાખી દીધું કે ઓપન એન્ડેડ છે એ તમારી સમજણ પ્રમાણે છે. આશ્કા માંડલ જેના નામ પર પુસ્તક છે એનો રોલ પણ મજબૂત કરી શકાયો હોત.

પણ આ રોમાંચક વાર્તા ચૂકવા જેવી નથી. તમે ગુજરાતી નવલકથા વાંચતા હોય તો આસપાસની લાઇબ્રેરીમાંથી મળી રહેશે. ઓનલાઇન પણ તમે અહીં ક્લિક કરીને અમેઝોન પરથી આ પુસ્તક મંગાવી શકશો.

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.