બુક રીવ્યું - અંગદનો પગ - હરેશ ધોળકિયા
આ પુસ્તક વિષે ફેસબુકમાં સાંભળેલું, લાઈબ્રેરીમાં ગયો તો ત્યાં કોઈએ રિટર્ન કરેલ પુસ્તકમાં આ પુસ્તક જોયું. "અંગદનો પગ" ટાઇટલ વાંચીને થયું કે આ પુસ્તક રામાયણના કોઈ અજાણ્યા પ્રસંગ પર હશે. થોડી પ્રસ્તાવના ત્યાં જ વાંચી તો થોડું અલગ લાગ્યું. આ પુસ્તક ઇસ્યુ કરી લીધું. આ પહેલા મેં લેખક હરેશ ધોળકિયા વિષે બહુ સાંભળ્યું નહોતું. સર્ચ કરતા ખબર પડી કે અત્યાર સુધી તેમની ચાર નવલકથા, ૪૬ લેખ સંગ્રહ, ૨૪ અનુવાદ અને ૨૯ સંપાદન અને સંકલન પ્રકાશિત થઇ ચૂકયાં છે.
આ આખી વાર્તા પહેલેથી છેલ્લે સુધી પકડી રાખે એવી છે, વળી પુસ્તક બહુ લાંબુ પણ નથી. આ પુસ્તક નાના નાના પ્રસંગો દ્વારા ઘણું શીખવે છે. દરેક શિક્ષકે તો આ પુસ્તક વાંચવું જ જોઈએ પરંતુ આ થીયેરી ફક્ત શિક્ષણમાં લાગુ નથી પડતી, જિંદગીમાં બધે પડે છે એટલે ખરેખર આ પુસ્તક વસાવીને વારંવાર વાંચવું જોઈએ.

ટિપ્પણીઓ નથી: