મજા માં ને

આજે સાંજે કંટાળી ને હુ ઘર ની બહાર નીકળ્યો ક્યાં આંટો મારવો કઈ ખબર ન હતી થોડો ગમગીન અને ઉદાસ હતો . કાંડા ઘડિયાળ માં જોયું તો હજુ ૬ વાગવા માં પણ વાર હતી . બ્લેક ટ્રેક અને લાલ ટીશર્ટ પહેર્યું હતું અને જોગિંગ શુઝ. બસ એમ જ ચાલતો ચાલતો નજીક ન ગાર્ડને પહોચી ગયો . કાન માં ઇયરફોન હતા અને સેડ સોન્ગ્સ વાગતા હતા.

બસ ગાર્ડન માં વોકિંગ કરવાનું ચાલુ કર્યું , મને અંદર થી જ નોતી ખબર હુ શું કરું છું કૈક એકલતા લગતી હતી, બસ એવું કોઈ મળી જાય જે મને લાઈક કરતુ હોઈ .બસ આમજ બે ત્રણ રાઉન્ડ માર્યા હશે  ત્યાં જ પાછળ  થી કોઈએ મારા ઘભા પર હાથ મુક્યો. મેં કાનમાં થી ઇયરફોન કાઢી ને પાછળ જોયું હુ ઓળખ્યો નહિ .

કોઈ ૩૦-૩૫ વર્ષ નાં ભાઈ હસે બ્લેક ટીશર્ટ અને ગ્રે ટ્રેક પહેર્યું હતું અને પગ માં સ્લીપર હતા. હુ કાઈ રીયેક્સન આપું એ પહેલા જ એ બોલી ઉઠ્યા "ઓહ્હ !! સોરી યંગ મેં હુ કોઈ બીજાને શોધતો હતો . કન્ટીન્યુ યોર સોન્ગ્સ એન્ડ વોક ". મેં કહ્યું "ઈટ્સ ઓકે..!! પણ તમારે કાઈ કામ નાં હોઈ તો સાથે વોક કરીએ ." હા એ પણ એકલા જ હતા . બસ સાથે વાતો કરતા કરતા વોક ચાલુ કર્યું .

એને મારા અભ્યાસ વિશે અને પરિવાર વિશે થોડું ઘણું પૂછ્યું . પછી મેં એને પૂછ્યું . એનો નજીક નાં ઔદ્યોગિક જોન માં સારો એવો બિઝનેસ હતો . એ રોજ નાં હઝારો લોકો ને મળતા હશે એને એવું લાગ્યું કે હુ દુખી છું , એટલે તરત જ કાઠીયાવાડી સ્ટાઈલમાં  પૂછ્યું  "શું થયું મોટા !! કાઈ પ્રોબ્લેમ માં હોઈ એવું લાગે છે. બોલ ને મજામાં તો છો ને ??"

મને તો કૈક અલગ જ ફીલ થયું. હુ ઘરે થી નીકળ્યો ત્યારે કેટલાય ઓળખીતા રસ્તા માં માલ્યા કોઈ સ્માઈલ આપી ને ચાલ્યા ગયા તો કોઈ ફોર્મલ વાતો કરી ને , પણ કોઈ ને એવું ન લાગ્યું કે મારે કૈક પ્રોબ્લેમ છે  તો આ સાવ અજાણ્યા અને મારી એઈજ ન નથી તો પણ એમને કેમ ખબર પડી !!.

મેં એને કહ્યું "કઈ નથી બસ એમ જ...". એને સાવ ખબર પડી ગઈ અને મારા વિશે બોલવા લાગ્યા "તારે ઘણા બધા ફ્રેન્ડ્સ છે રાઈટ!! અને થોડી ગર્લ્સ પણ હસે જ રાઈટ ??" મેં કહ્યું "હા હોઈ જ ને " પાછુ એમને સ્ટાર્ટ કર્યું "તું સૌથી વધુ કોને મિસ કરે છે ?" મેં કહ્યું માંરી બે ફ્રેન્ડ છે મારી સાથે આખો દિવસ મોબાઈલ માં ચેટ કરતી હોઈ છે પણ હમણાં બે દિવસ થી તેમના સરખા રીપ્લાય જ નથી આવતા , ખબર નઈ કેમ !!"

એ ભાઈ થોડું હસ્યા , (એટલે મને એના પર થોડો ગુસ્સો આવ્યો) પછી બોલ્યા "તો મોટા મને એ કે તારા બધા છોકરાવ  ફ્રેન્ડઝ  ને મિસ નથી કરતો ?? કે પછી છોકરીઓ જ યાદ આવે છે ..!!" મેં કીધું " ન એવું નથી બાકીના મારા ફ્રેન્ડઝ તો સેટ થઇ ગ્યા છે સો આખો દિવસ બીઝી હોઈ એટલે કદાચ વાત નાં થાય .એને કહ્યું "એકઝેટલી , કેમ તું જે ગીર્લ્સ સાથે વાત કરે છે એ બીઝી નાં હોઈ !!! ઘરકામ માં કે મેરેજ માં , ભણવામાં કે પછી બહાર ફરવામાં , શું  તું ફ્રી હોઈ ત્યારે એને તારી સાથે જ વાત કર્યા કરવાની ??"

ત્યાજ એમનો ફ્રેન્ડ આવી ગયો અને એ મને સ્માઈલઆપી ને જતા રહ્યા .હુ એની વાતો માં વિચારતો રહ્યો " હા યાર , કેટલું સિમ્પલ !!! એ પણ મારી ફ્રેન્ડઝ જ છે  ને કદાચ ફ્રી નાં પણ હોઈ અને હોઈ તો પણ શું બીજા ફ્રેન્ડઝ કરતા તો વધુ વાતો કરે છે ને !! મારી ખબર પૂછે છે  અને ટાઈમ મળે ત્યારે મારી સાથે વાત કરે જ છે ..હવે કદાચ આખો દિવસ સમય નાં પણ મળતો હોઈ ...."

બસ પછી મન માં સાવ શાંતિ થઇ ગઈ. અને ઇઅરફોન માં સોંગ ચાલતું હતું "કૈસી પહેલી હે જિંદગાની ...પલ મેં હસાયે પલ મેં રુલાયે ..!!"

(આ વાર્તાલાપ આભાસી છે પણ ઘણું બધું કહી જય છે )

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.