એકમાત્ર ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા સાથે મુલાકાત

આમ તો ક્યારેય હું કોઈ સેલેબ્રીટી કે જાણીતી વ્યક્તિને મળ્યો નથી. નાના હતા ત્યારે પાપા ભેગા પુસ્તક મેળામાં કે કોઈ કાર્યક્રમમાં સ્ટેજ પર જાણીતા લેખકોને જોયા છે પણ મળવાનું સૌભાગ્ય ક્યારેય પ્રાપ્ત થયું નથી. હમણાં એકવાર મુંબઈ એરપોર્ટ પર આખી રાત વિતાવેલી ત્યારે એક જાણીતા બોલીવુડ ડાઈરેક્ટર  સાથે લોકો ફોટો પડાવતા હતા, પણ એ થાકેલ હોઈ કે એના એટીટ્યુડ પરથી પાસે જવાનું મન નાં થયું.

થોડા દિવસ પહેલા જ મારી એમ.ટેક કોલેજ આઈઆઈઆઈટી બેંગલોર (IIITB) માંથી એક મેઈલ આવ્યો. આ મેઈલ અમારી દર વર્ષની એલ્યુંમીનાઈ મીટીંગ "સંગમ" માટેનો હતો. દર વરસે કોલેજ આ ફંક્શન કરે છે અને બધા સિનિયર્સને આમંત્રણ મોકલે છે. આ વખતે મેં મેઈલ જોયો તો ચીફ ગેસ્ટનું નામ હતું "રાકેશ શર્મા". એમાં લખ્યું હતું "વિંગ કમાન્ડર રાકેશ શર્મા". મને તરત જ યાદ આવ્યું   કે આ ભારતના પહેલા અને એકમાત્ર અવકાશયાત્રી રાકેશ શર્મા તો નહિ હોઈ ને ? ફ્રેન્ડ સાથે કન્ફોર્મ કર્યું તો ખબર પડી હા  જ છે. અમારી જોડેના ક્લાસના બીજા મીત્રોને  પૂછ્યું કોણ કોણ જવાનું ? કોલેજ બેંગલોરથી ૨૦ કિમી જેવી દુર છે અને અમુક લોકો કામમાં હોઈ બોવ કોઈ આવવાનું  નહતું તો મારું પણ કેન્સલ  જ હતું.  ત્યાં જ વળી થયું, લાવને રજા છે તો ત્યાં જઈ જ આવીએ. (વચ્ચે આવતા ૧૦ કિમી લાંબા ફ્લાઈઓવર પર ટોપ સ્પીડમાં બાઈક ચલાવવાની પણ ઈચ્છા હતી )

ફંક્શન સ્ટાર્ટ થવાને હજુ થોડી વાર હતી. રાકેશ શર્મા અને અમારા ડાઈરેકટર આવી ગયા હતા અને બધા લોકો બેચ વાઈઝ એમની સાથે ફોટા પડાવતા હતા. કોઈને પર્સનલ ફોટો એલાઉડ નાં હતો. અમારી બેચનો વારો આવ્યો. અમારી બેચમાં હું એકલો જ હતો તો આપણે સેલ્ફી પણ પાડી લીધી (બાકી ફોટા હજુ આવ્યા નથી). 
ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા સાથે મુલાકાત

રાકેશ શર્મા વિષે ટૂંકમાં માહિતી

એમનો જન્મ ૧૩ જાન્યુઆરી ૧૯૪૯માં થયો હતો. એ ૧૯૭૦મ ટેસ્ટ પાઈલોટ તરીકે ઇન્ડીયન એરફોર્સમાં જોડાયા હતા. એ ૧૯૮૨ના ભારત અને રશિયાના સંયુક્ત સ્પેશ પ્રોગ્રામ માટે સિલેક્ટ થયા હતા. ૧૯૮૪માં એ અવકાશ પર જનાર પહેલા ભારતીય બન્યા.

આ એમનો  સૌથી પોપ્યુલર વિડીઓ - 



પછી કાર્યક્રમમાં એમને અડધી કલાકની મસ્ત મોટીવેશનલ સ્પીચ આપી. અને પછી પ્રશ્ન પૂછવા માટે સમય ફાળવવામાં આવ્યો.

રાકેશ શર્મા સાથેની વાતચીત 

તમારા પરિવાર વિષે ટૂંકમાં માહિતી આપશો ? 
મારો પરિવાર એક ઉચ્ચ મધ્યમવર્ગ હતો. ભારત પાકિસ્તાન ભાગલા વખતે એ લોકો એક ટનલથી બોર્ડર ક્રોસ કરી ભારત આવી ગયા. પછી અમારી સ્થિતિ બહુ ખરાબ હતી. મારા માતાપિતાએ બધું ફરીથી સ્ટાર્ટ કરવું પડ્યું. ત્યાર બાદ મારો જન્મ થયો.  હું શાળામાં  છેલ્લી બેંચ નો વિદ્યાર્થી હતો. ભણવા કરતા સ્પોર્ટ્સમાં વધુ આગળ હતો. પછી આગળ જતા ટેસ્ટ પાયલોટ બન્યો.

તમારી એવી કઈ ખાસિયત હતી જેના લીધે તમે પહેલા અવકાશયાત્રી બની શક્યા ? આટલી બધી કોમ્પીટીશન વચ્ચે તમને કેવીરીતે મોકો મળ્યો? 

અમેરિકાને ટક્કર આપવા રશિયાએ સ્પેશ પ્રોગ્રામ શરુ કર્યો ત્યારે એમને એમના સાથી દેશોને જોડાવા માટે આમંત્રણ આપેલું. એ વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રીમતી ગાંધીએ ઈસરોને વૈજ્ઞાનિકો મોકલવા માટે કહ્યું. પણ તે વખતે ઈસરો એમના સેટેલાઈટ મિશનમાં બીઝી હોઈ વધુ ધ્યાન નાં આપ્યું. ઈલેકશન આવતું હોઈ શ્રીમતી ગાંધી ભારતમાંથી કોઈને તો મોકલવા માંગતા જ હતા. આ તક વાયુસેના એ ઝડપી લીધી. ત્યારે એ સૌથી ફીટ ટેસ્ટ પાઈલટ હોઈ તેમને મોકો મળ્યો. આમ પણ રશિયાને ટેસ્ટ પાઈલટની વધુ જરૂર હતી. 

તમે ત્યાં સ્પેશમાં સૌથી વધુ શું મિસ કરતા ?

નહાવાનું. સ્પેશમાંથી આવીને સૌથી પહેલું કામ ગરમ પાણીથી નહાવાનું કર્યું. 

આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ છે. હાર્ડવેરની સ્ટોરેજ ક્ષમતા પણ વધી ગઈ છે ત્યારે આવતા ૧૦ વર્ષમાં તમે સ્પેશ પ્રોગ્રામ ને ક્યાં જુઓ છો?

ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આધુનિક હાર્ડવેરથી ઓલરેડી ફાયદો થઇ રહ્યો છે. એકયુરેટ ડેટા મળે છે. બાકી તમે લોકો આઈટી સાથે વધુ સંકળાયેલા છો તો તમારે વધુ રીસર્ચ કરવું જોઈએ. સૌથી મહત્વનો પ્રશ્ન સ્પીડનો છે. આપણે લાઈટ કરતા વધુ ઝડપે ટ્રાવેલ કરશું ત્યારે જ સ્પેસને વધુ એક્સ્પ્લોર કરી શકશું,

મારી છોકરીને સ્પેશમાં જવાની ઈચ્છા છે , એ માટે તમે માર્ગદર્શન આપશો ?

હવે સ્પેશમાં જવા માટે એરફોર્સમાં હોવું કમ્પલસરી નથી. તમારે ચશ્માં કે બીજા પ્રોબ્લેમ હોઈ તો તમે બીજી ઘણી રીતે જઈ શકો. કોલેજ પછી સ્પેશ રીસર્ચ ટીમમાં જોડાઈ શકો. 

પછી એમને ફરીથી આપકો વહાશે ભારત કૈસા દીખ રહા હૈ પૂછવામાં આવ્યું અને એ જ અદાથી ભાવ વિભોર થઇને એમને કહ્યું "સારે જહા સે અચ્છા ..." 

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.