કોડાઈકેનાલ - પ્રિન્સેસ ઓફ હિલ્સ
વેકેશન આવતા જ મને ગુજરાતમાંથી લોકો પૂછે છે કે સાઉથમાં ફરવા ક્યાં જવું ? મોટા ભાગના લોકો કેરેલા પેકેજમાં ફરી આવેલ હોય છે. બેંગ્લોરની આજુબાજુ ક્યાં ફરવું? બેંગ્લોરની આજુબાજુ લોકોને મોટાભાગે મૈસુર - ઊટીનો જ ખ્યાલ હોય છે. હવે લોકો કોડાઈકેનાલ વિશે પણ વધારે પૂછતાં હોય છે. હું ત્યાં ૨૦૧૭માં ઓક્ટોબરમાં ગયેલો અને ત્યાં ૪ દિવસ રોકાયેલ.
કોડાઈકેનાલને પ્રિન્સેસ ઓફ હિલ્સ કહેવામાં આવે છે અને એમાં કશીય અતીશયોક્તી નથી. હું ફરવા ગયેલ એમાં સૌથી વધુ ગમેલ સ્થળ એટલે કોડાઈકેનાલ. કોડાઈકેનાલ બેંગલોરથી એક રાત્રીનો પ્રવાસ છે, ચેન્નાઈથી પણ નજીક થાય. ટ્રેનમાં જાવ તો કોડાઈ સ્ટેશન ઉતરવું પડે પછી ત્યાથી ઉપર જવા માટે બસ કે ટેક્સી શોધવી પડે.
![]() |
કોડાઈ લેક |
ખાલી ટાઉનની બહાર નીકળતા વિડીઓ -
અહીનું વાતાવરણ ખુબ જ મસ્ત હોય છે, મોટા ભાગે ધુમ્મસ હોય છે. વાદળોની વચ્ચે રહેવાનો અનુભવ જ મજાનો છે. જો કે વાતાવરણ ઓગસ્ટ થી ફેબ્રુઆરીમાં બેસ્ટ હોય છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર બેસ્ટ.
અહી કોડાઈ કેનાલમાં ફરવા માટે તમને ત્યાંથી જ ટેક્સી કે બસ મળી જાય. એ લોકો પાસે અલગ અલગ દિશા પ્રમાણે ટુર પેકેજ હોય. એમાં તમે જેટલા દિવસ રોકાવાના હોય અને જે સ્થળો જોવા હોય એ પ્રમાણે ટુર સિલેક્ટ કરી શકો.
કોડાઈમાં જોવા જેવા તળાવો -
અહી મુખ્ય ત્રણ તળાવ છે -
1. કોડાઈ તળાવ (Kodai lake)
આ તળાવ ટાઉનમાં જ છે. તમારી હોટલથી ચાલીને જ જઈ શકો. ત્યાં બોટિંગ છે અને તળાવની આજુબાજુમાં સાઈકલીંગ કરી શકો છો.
૨. બેરીજામ લેક (Berijam lake)
આ ખુબ જ સુંદર તળાવ છે, અહી વહેલી સવારમાં જવું પડે. આ તળાવ જવા માટે પહેલા ફોરેસ્ટ મજુરી લેવી જરૂરી છે. જો મંજુરી મળી જાય અને સમય હોય તો આ જંગલ વચ્ચેનું તળાવ અને ત્યાનું વતાવરણ ચૂકવા જેવું નહિ.
૩. મન્નાવાનુર લેક (Mannavanur Lake)
આ તળાવ પણ જંગલની એકદમ વચ્ચે છે. એકદમ સુંદર અને સ્વચ્છ તળાવ. કોડાઈકેનાલ જાવ અને અહી નાં જાવ તો થોડું અધૂરું રહી જાય. અહી બાજુમાં જ શીપ ફાર્મ છે ત્યાંથી પણ સુંદર વ્યુ દેખાય. આ નઝારો એકદમ યુરોપના કોઈ સ્થળ જેવો લાગે. આ સ્થળ એકદમ સ્વચ્છ છે અને અહી પ્લાસ્ટિકની સંપૂર્ણ મનાઈ છે.
બાજુમાં જે શીપ ફાર્મ છે ત્યાં ઘેટા અને સસલાઓનો ઉછેર થાય છે. ઘેટાઓનું ઉન અને સસલાનું માસ એક્સપોર્ટ થાય છે.
શીપ ફાર્મથી વ્યુ -
તળાવમાં કોરેક્લમાં બેસવાનો અનુભવ
અહીનું એક આદિવાસી વિલેજ ( આ મન્નાવાનુર લેક જતા રસ્તમાં જ આવે )
અહી લોકો ગાજર અને મૂળાની ખેતી કરે છે .
કોડાઈકેનાલમાં પાણીના ધોધ
૧. બીઅર શોલા ફોલ્સ - Bear Shola falls
આ અનુભવ ચૂકવા જેવો નહિ. આ ફોલસ એકદમ અલગ છે. તમે ત્યાં ફોલમાં જઈ શકો છો. એકદમ છીછરું અને ઠંડુ ચોખ્ખું (બિસ્લેરી જેવું ! ) પાણી. આને પામ્બેર ફોલ્સ પણ કહે છે. અહી પાણી ઉનાળામાં ઘણીવખત સાવ ઓછું હોઈ છે કે હોતું જ નથી.
2. ફેરી ફોલ્સ (Fairy falls )
આ ફોલ પણ મજાનો છે. પણ અહી જો આગલા દિવસોમાં વરસાદ પડ્યો હોય તો જ પાણી હોય છે બાકી પાણી હોતું નથી. અમે ગયા ત્યારે આટલું જ પાણી હતું.
બાકી વરસાદ પ્રમાણે રસ્તમાં ઘણા વોટરફોલ હોય છે.
આ મુખ્ય સ્થળો છે. બાકી અહી બીજા હિલ સ્ટેશનની જેમ અમુક ગાર્ડન છે. સમય હોય તો ત્યાં જઈ શકાય. એક કોકર્સ વોક કરીને સ્થળ છે. એ ટાઉનની બાજુમાં જ છે. આ સ્થળ પણ સરસ છે. અહી ખીણની બાજુમાં ચાલવા માટે રસ્તા જેવું છે અને ત્યાં ઉભા રહી કોડાઈનું સુંદર વાતાવરણ અને વ્યું માણી શકાય છે.
આ ત્યાંથી વ્યુ છે
સ્યુસાઈડ પોઈન્ટ ટ્રેકિંગ (Green Valley View/Suicide Point-)
આ પોઈન્ટ અમે ગયેલા ત્યારે ધુમ્મસ બહુ જ હતી એટલે વ્યુ એટલો સરખો જોવા મળેલ નહિ. પરંતુ અહીનું ટ્રેકિંગ જોરદાર છે. ઘણું બધું ટ્રેકિંગ કરીને નીચે જવું પડે. અને ત્યાં બીજા ઘણા પોઈન્ટ પણ કવર કરી શકો. જો તમે ૩-૪ કલાક ચાલી શકવા અને રીટર્નમાં થોડું ચડી શકવા સક્ષમ હોઈ તો જ જવું.
જમવા માટે
આપણા ગુજરાતીઓ જમવાનું પહેલા પૂછે. ત્યાં એક બે ગુજરાતી ભોજનાલય છે. (એક રસોઈ કરીને છે એ ઠીક છે ) ત્યાં એક દિવસ ડોમિનોઝ પણ છે. જો તમે ઈંડા ખાતા હોય તો ઠંડીમાં બ્રેડ ઓમલેટ, મેગી વગેરે પણ મસ્ત મળી રહે. ત્યાના ઢોસા પણ ટ્રાય કરવામાં ખોટું નહિ. પ્રવાસ દરમિયાન ત્યાં ગાજર અને કાકડી પણ મસ્ત મળે ( કોડાઈથી કોઈ પણ સ્થળે જાવ એટલે ખાવાપીવાનું બહુ ઓછું મળે એટલે જો ગાજર, કાકડી કે ફ્રુટ્સ પર નાં રહેવાતું હોય તો સાથે થેપલા લઇ લેવા).
આ બધા ફોટા અને વિડીઓ મેં મારી જાતે પડેલ છે. આવા બધા પ્લેસના ફોટા જોવા માટે મને ઇન્સ્તાગ્રામ પર ફોલો કરો. => અહી ક્લિક કરો
એક બે વરસ પહેલા રખડપટ્ટી સેક્શન ચાલુ કરેલ પરંતુ સમયના અભાવે ઘણી બધી ટ્રીપ વિષે લખવાનું બાકી રહી ગયું છે. એના વિષે પણ લખીસ. અહી ક્લિક કરી બધી રખડપટ્ટીની પોસ્ટ વાંચી શકો છો