"ગુલામી"

મારા ઘરની આસપાસ ઘણા વૃક્ષો છે, ડીફેન્સ એરપોર્ટ છે. ઘરની બાલ્કનીની પાછળ જ એક કંપનીનું ફળિયું છે એમાં ઘણા ચાર પાંચ ઘટાદાર વૃક્ષો છે. મારી અગાસીની બાજુની અગાસીમાં જ સફેદ કબૂતરો પાળેલા છે, ત્યાં રોજ ચણ મળી રહેવાને કારણે બીજા કબૂતરો પણ હોઈ છે. આસપાસમાં અને અગાસીમાં બાઝ, કબૂતરો , કાગડાઓ, કાબરો ક્યારેક પોપટ વગેરે પક્ષીઓ ગમે ત્યારે હોય જ છે. બાજ અને કબૂતરોને જોઇને મને સૂજેલી આડાઅવળી  લાઈનો - 


ગુલામી - આ સાલી જીંદગી
ગુલામી


યુટ્યુબ પર વિડીઓ - 
"ગુલામી "


મારા ઘરની આસપસ રહે છે 
ઘણા બાજ અને પારેવડા 

આ પારેવડા સાવ બીચારા ડરપોક 
સામે બાજ દેખાવથી જ બિહામણા 
બાજ ઉંચે ગગનમાં જોરથી ચિચિયારી પાડે 
અને પારેવડા એ સાંભળીને જ થથરી જાય 

તો પણ ક્યારેય મેં બાજને કબુતર પાસે, 
સલામી ઠોકાવતા નથી જોયા !
ક્યારેય આ બાજ કબૂતરો પર, 
ખોટો રોફ નથી જમાવતા !
ક્યારેય આ બાજ ભોળા કબુતરાઓ પાસે, 
પોતાના કામ નથી કરાવતા ! 
ક્યારેય બાજ કોઈ કબૂતરને પકડીને નથી કહેતું, 
"ચલ મારા માટે એક ઉંદર પકડી આવ "
બાજને પણ રોજ ખોરાક શોધવા નીકળવું પડે છે !

ક્યારેય આ પારેવડા બાજથી ડરીને,
બાજની ખુશામત કરવા નથી જતા 

તેઓ ક્યારેય  બાજની ગુલામી નથી કરતા
અને બાજ ક્યારેય એમની પાસે ગુલામી કરાવતા નથી ! 
"ગુલામી ફક્ત માણસજાતમાં છે " મારા ઘરની પાછળનું ફળિયું
(આ બને બિલ્ડીંગ દેખાય 
છે એમની વચ્ચે ચાર પાંચ વૃક્ષો છે અને સાઈડમાં પણ બીજા છે )

બીજી સરસ રચનાઓ 

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.