છેલ્લી વખત ... !!

જીવનમાં આપણને પહેલી વખતના અનુભવનો બહુ જ રોમાંચ હોય છે. પહેલી વખત બાળક ચાલે , એણે બોલેલો પહેલો શબ્દ , શાળાનો પહેલો દિવસ, પહેલું મેડલ, પહેલો પ્રેમ, પરીક્ષામાં પહેલી આવેલી એટીકેટી, મિત્ર સાથે પહેલી મુલાકાત, ફીયાન્સે સાથે પહેલી મુલાકાત, પહેલી કિસ, પહેલી એનીવર્સરી, પહેલી ગીફ્ટ વગેરે અંગત ઘટનાઓ બહુ જ અગત્યની હોય છે અને આપણને જિંદગીભર યાદ રહી જાય છે. આ ઉપરાંત સીઝનનો પહેલો વરસાદ, પહેલી વખતનો કેરીનો રસ વગેરે કુદરતી ઘટનાઓનો રોમાંચ પણ અલગ હોય છે.  પણ વિચાર્યું છે કે ઘણી ઘટનાઓ અને પ્રવૃતિઓમાં આપણું છેલ્લી વખત ક્યારે હતું ?

છેલ્લી વખત.
આ સાલી જિંદગી

  • છેલ્લી  વખત ક્યારે એ બચપણના ઘર પાસેના મેદાનમાં, સ્કુલના મિત્રો સાથે ક્રિકેટ રમ્યા  ? અને હવે પછી નાં તો એ ગ્રાઉન્ડ રહ્યું અને નાં એ મિત્રો ! કદાચ તમે ત્યાં એ છેલ્લો મેચ રમતા હશો ત્યારે તમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહિ હોય કે એ છેલ્લો મેચ હશે !

  • છેલ્લી વખત ક્યારે તમે એ તમારી ફેવરીટ વિડીઓ ગેમ રમ્યા અને પછી એ વિડીઓ ગેમ પણ ભુલાઈ ગઈ અને એ રોમાંચ પણ જતો રહ્યો !

  • એ મનગમતી નાનકડી ત્રણ પૈડાવાળી સાયકલની છેલ્લી સવારી કોને યાદ છે ?
  • તમારા ભાઈ કે બહેન સાથે છેલ્લી વખત કરેલી બથ્થમ-બથ વાળી ફાઈટ યાદ છે ? અને મમ્મી કે પપ્પાના હાથે ખાધેલ છેલ્લો માર ? કદાચ છેલ્લી વખત ફાઈટ કરતા હોઈશું ત્યારે ખબર પણ નહીં હોય કે આ છેલ્લી હશે !
  • છેલ્લી વખત બાળપણના મિત્રો સાથે એ ગામની બાજુની નદી/તળાવમાં છેલ્લી વખત ક્યારે નહાયેલા ?  

  • છેલ્લી વખત એ ઘરમાં પડેલું DVD પ્લેયર ક્યારે ચાલુ કરેલું ? છેલ્લી વખત મેગ્નેટ પટ્ટીવાળી કેસેટના  ગીતો ક્યારે સાંભળેલા ? એ વોકમેનને છેલ્લે હાથ ક્યારે લગાવેલો ? છેલ્લી વખત દુરદર્શન સ્પષ્ટ જોવા માટે એન્ટેના સરખું કરવા ક્યારે ગયેલા ? છેલ્લી વખત શાહી પેનથી ક્યારે લખેલું ? છેલ્લી વખત ટપાલ કે પત્ર ક્યારે લખેલો.
  • તમે એ તમારા પ્રિય મિત્રને મળો છો , ઢગલાબંધ વાતો કરો છો , મિત્રતા તાજી કરો છો અને દર વર્ષે મળવાનો વાયદો કરીને નીકળી જાવ છો અને કેટલાક વર્ષો પછી  તમે યાદ પણ કરી શકતા નથી કે એમને છેલ્લી વખત ક્યારે મળ્યો હતો , કે એ મુલાકાત છેલ્લી હતી ? અને હવે ક્યારેય નહિ મળીએ ?

  • છેલ્લી વખત કોઈ નજીકના સ્નેહીજન સાથે કરેલ વાત, ક્યારેક વાત કરતી વખતે કદાચ જરા પણ અંદાજો નાં હોય કે આ છેલ્લી વાત હશે.
આવું તો ઘણું આપણી ખબર વખત છેલ્લી વખત થઇ જતું હશે. ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ તો ઘણી વખત યાદ આવે છે પણ એ આપણે કરી શકતા નથી. તો ઘણી વખત હવે એ કરવામાં મઝા હોતી નથી અને ઘણી વખત આપણા હાથમાં પણ હોતું નથી. 

ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો =>  અહી ક્લિક કરો 
ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો 

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.