આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

પ્રેમ નું લોજીક !!!

Follow Me on Twitter -


LOVEશિર્ષક વાંચી ને જ તમારું મન બોલી ઉઠશે "લવ માં તે કઈ લોજીક હોતું હશે " પણ મને થોડુંક લોજીકલી વિચારવાની ટેવ છે , હુ માંનુ છું કે દુનિયા માં જે પણ થાય છે એમાં કૈક થોડુંક તો લોજીક ક્યાંક ને ક્યાંક રહેલું જ છે .

હવે થોડુંક વિચારીએ કે આ સાલો પ્રેમ થઇ ક્યાંથી જાય છે ?? કેમ કોઈ અચાનક જ ગમવા માંડે છે ?? કેમ કોઈ ને મેળવવા માટે આપને ગમે તે કરવા તૈયાર થઇ જઈએ છીએ ?? જવાબ ઘણું એનાલીસીસ માંગી લ્યે.  બધા પોત પોતાની રીતે અલગ મંતવ્યો અને અભિપ્રાયો આપશે.

પ્રેમ થવા તરફ નું પહેલું પગલું ઘણી વાર દેખાદેખી પણ હોઈ છે . તમારા સર્કલ માં જો બધા ને કોઈક વિજાતીય પાત્ર હોઈ એટલે તમારા થી રહેવાય જ નઈ . ગમે ત્યાં ગમે એમ કરી ને કોન્ટેક્ટ થાય . એક વાર કોન્ટેક્ટ થાય અને સામે નું પાત્ર પણ જો સરખી હાલત માં જ હોઈ તો પત્યું . બેય એકબીજા ની કેર કરવા માંડે , ધીમે ધીમે નેચર ગમવા માંડે . સિમ્પલ લોજીક છે કોઈ સાથે તમે સતત કોન્ટેક્ટ માં રહો અને એકબીજા મતે પુરતો સમય હોઈ એટલે લવ તો થવાનો જ ને બકા . કદાચ લવ નાં પણ હોઈ , પણ એ લાગણી ને કદાચ લવ નું નામ આપી દેવા માં આવે .

હવે બીજો એક સેનારીઓ વિચારીએ , શું તમને રસ્તા પર સામે મળતી બધી સુંદર છોકરીઓ (કે પછી છોકરીઓ મતે છોકરાઓ ) સાથે પ્રેમ થઇ જાય છે ? નહિ ને ..પણ જો તમે જતા હોઈ અને સામે કોઈ સુંદર છોકરી સ્માઈલ આપી દ્યે તો ??? કે પછી થોડોક ભાવ આપે તો ?? બસ પત્યું . એક વાર તો એ ગમી જ જાય . પછી જો કદાચ કોન્ટેક્ટ થાય તો છેલ્લે આખું પ્રકરણ લવ માં પરિણામે . બાકી જો કોન્ટેક્ટ નો થાય તો હતા ત્યાં જ ને ..!!

હજુ એક પોસીબીલીટી વિચારી લઈએ . તમારા મિત્રો !! હા તમને લવ ના માર્ગે ચડાવવા માં એમનો સિંહ ફાળો હોઈ છે . એકવાર એમને ખબર પડે કે કોઈ છોકરી તમારી સાથે વાત કરી ગઈ કે તમારી સામે જોયું એટલે પત્યું . ગમે ત્યાંથી ગમે એમ કરાવી ને પ્રૂફ કરી દ્યે કે એ તમને પ્રેમ કરે છે . પછી તનતોડ મહેનત કરાવી ને પરાણે તમારી પાસે પણ પ્રેમ કરાવડાવે જ . એટલા એન્કરેજ કરે કે તમને પ્રેમ થઇ જ જાય .

આવા તો ઘણા કો- ઇન્સીડન્સ મળી રયે . મગજ ની અન્દર કેમિકલ લોચા શું  થાય એ થોડુ વિચારીએ . એક તો કોઈ વિજાતીય પાત્ર મળે અને એની સાથે વાતો થાય એટલે મગજ માં ઉતેજના આવે , મગજ માટે સૌથી વધુ ઈન્ટરેસ્ટીંગ અને  ઇમ્પોર્ટન્ટ એ જ હોઈ  એટલે આપણું મગજ એને ખુશ  કેમ રાખવી એ જ સતત વિચારતું હોઈ . તેથી એ આપણ ને અંદર થી એવા આદેશો આપે કે જેથી આપને એવું કૈક કરવા પ્રેરાય કે જેનાથી આપને પ્રિયતમા ની વધુ ને વધુ નજીક જઈ શકીએ .

આ  તો થઇ રીયેક્સન ની વાત પછી આવે એક્શન નો વારો . મગજ તરફ થી મળતા આદેશો મુજબ આપને એને ગમે એવા મેસેજ કરીએ , ક્યારે અને ક્યાં મળવું એ નક્કી કરીએ  , સારી ગીફ્ટ આપવા માટે તો મગજ ને પૂરેપૂરું વાપરી નાખીએ . આ બધું આપણે એના માટે જ કરવા પ્રેરાય કારણ કે મગજ સત્તત એના વિશે જ વિચારતું હોઈ .

કુદરત નો નિયમ છે કે તમે જે વસ્તુ  ને સતત વિચારો  અને જોવો એટલે તમે એના તરફ થોડાક તો ખેંચાવ જ . અને એમાંય એ વસ્તુ ની તમારે જરૂર હોઈ કે તમારા ગમતા લીસ્ટ માં હોઈ એટલે એ તમે મેળવી ને જ જંપો . બસ આ જ લોજીક છે લવ નું .

"જે વ્યક્તિ ની યાદ તમને ખુશી ની પલો માં આવે;
ત્યારે સમજવુ કે તમે તેને પ્રેમ કરો છો.
ને જેની યાદ તમને દુઃખ માં આવે ;
ત્યારે સમજવુ કે તે તમને પ્રેમ કરે છે.

 પણ જો એ વ્યક્તિ યાદ આવે ને એ તમારી સામે હોઈ;
તો સમજવું કે બંને એકબીજાને ગાંડો પ્રેમ કરો છો
"

Best Gujarati Videos