કેવી હશે મારી પ્રેયસી ..!!!(૧૮ વર્ષ ના યુવાન ની ડાયરી ..!!!!)

આમ તો લગભગ ૧૬ વર્ષ થી જ તરુણો ના મગજ માં ઉભરા આવવા ના શરુ થઇ જાય છે પણ આપણે એક ૧૮ વર્ષ ના કાલ્પનિક યુવાન નાં મગજ માં એની પ્રેયસી માટે કેવા સ્વપન છે એ જોઈએ .
dream girl


એની આંખો ને જોતા જ મારી નજર ચોંટી જાય એવી ચુંબકીય આંખો હોઈ ,
એના ગોરા ગાલ પર એટલી લાલી હોઈ કે ઉગતો સુરજ પણ શરમાય જાય ,
એનું કપાળ એટલું આકર્ષક હોઈ કે મારું પ્રતિબિંબ એમાં દેખાય ,
એના હોંઠ એવા રસાળ હોઈ કે સ્ટ્રોબેરી એની સામે હાર માની લ્યે .,
એના વાળ એટલા સિલ્કી હોઈ કે એના પર હાથ ફેરવતા ક્યારેય નાં થાકું ,
એના હાથ એટલા સોફ્ટ હોઈ કે હાથ માં હાથ નાખી ને ચાલ્યા કરું ,
એનું ફિગર એટલું મસ્ત હોઈ કે બાહુપાશ માં આખી જીનગી કાઢી નાખું ,
એના અવાજ માં એટલી મીઠાસ હોઈ કે આખી જીંદગી સાંભળ્યા જ કરું,
એનું નાક એટલું સુંદર હોઈ કે આખા ચહેરા ને રોનક અપાવે ,
એની કમર એટલી કામણગારી હોઈ કે જોતા જ કૈક થઇ જાય ,
એના ચહેરા પર એટલી ક્યુટનેસ હોઈ કે ક્યારેય ગુસ્સો જ નાં કરી શકું ,
અને એ મને એટલો પ્રેમ કરતી હોઈ કે ક્યારેય એ મને છોડી ને જ નાં જાય .

વાહ !!! શું  જીંદગી બની જાય ...:)))))

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.