આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

રાજ્ય ના ભાગલા?? : હા કે નાં !!!

Follow Me on Twitter -


હમણાં જ તેલંગાના નવું રાજ્ય બન્યું , જે આંધ્રપ્રદેશ માંથી વિખૂટું થયું .હૈદરાબાદ ને સયુંકત પાટનગર જાહેર કરવા માં આવ્યું .તેલંગાના માં ઉત્સવ નો માહોલ હતો (ઈનફેક્ટ જે ભાગલા માટે ઉત્સાહી હતા એ લોકો માં ) જયારે આંધ્ર માં વિરોધ નો વંટોળ હતો .

આરાજ્ય ને મંજૂરી અપાતા જ બીજા કેટલાક રાજ્ય અલગ કરવા માટે માંગ વધવા માંડી છે જે તમે નીચેના નકશા માં જોઈ શકો છો .
હવે મનમાં પ્રશ્ન એ થાય કે દેશ ને અલગ -અલગ સ્ટેટ માં વિભાજીત કરવો કેટલો યોગ્ય છે ??

સૌ પ્રથમ તો અલગ થયેલા રાજ્યો ની કુંડળી નીકળીએ તો ખબર પડે કે જે રાજ્ય જુદા પડ્યા છે તેનો વિકાસ "માતૃ રાજ્ય" કરતા ઓછો રહ્યો છે , સાદી ભાષા માં કહીએ તો પછાત રહી ગ્યા છે . દાખલા તરીકે , ઉતર પ્રદેશ માંથી ઉતરાખંડ , મધ્ય પ્રદેશ માંથી છતિસગઢ અને બિહાર માંથી ઝારખંડ . આ ત્રણેય રાજ્યો ની હાલત બોવ સારી નથી .

ઉત્સાહી  લોકો એવું કહેતા ફરતા હોઈ છે કે "જો આપણું અલગ રાજ્ય થઇ જાય તો આપને આમ કરી નાખીએ , તેમ કરી નાખીએ . આપણા રૂપિયા આપને જ વાપરી શકીએ ".

અહી મુદા ની વાત એ છે અત્યારે તમે જે રાજ્ય માં છો એ તમારું જ છે , તો તમે તમારા રૂપિયા તમારા મતે વાપરી જ શકો. અલગ રાજ્ય બનાવ્યા પછી તમે લોકો યોગ્ય , સ્વચ્છ પદ્ધતિ જ અપનાવસો એની શું  ગેરેંટી .??

મોટા  ભાગે તો અલગ રાજ્ય ની માંગ માં પોલિટિક્સ વધુ હોઈ છે . જે તે વિસ્તાર ના રાજકારણીઓ ની સતા લાલસા લોકો ને ઉશ્કેરે છે . તે લોકો નું એનાલીસીસ હોઈ છે કે જો આ રાજ્ય અલગ થઇ જાય તો પોતાના સતા ઉપર આવવા ના ચાન્સ કેટલા !!!  એ પ્રમાણે લોકો ને ઉકસાવે છે , આ બાબત માં આપને અન્યાય થયો છે પેલા વિસ્તાર માં વિકાસ થયો છે જયારે આપણા વિસ્તાર માં વિકાસ નથી થયો . આપને સૌથી વધુ ટેક્ષ્ ભરીયે છીએ તો  આપણો વિકાસ સૌથી વધુ થવો જોઈએ વગેરે વગેરે ...જો આ વાત સાચી હોઈ અને ખરેખર વિકાસ નાં થયો હોઈ તો તમે જે તે રાજ્ય સરકાર સામે વિરોધ કરી શકો છો અને વિકાસ નાં કર્યો કરવી શકો છો . થોડું કઠીન છે પણ અલગ રાજ્ય બનવા કરતા તો સહેલું જ છે .

અને હા બીજી એક વાત જો ખરેખર વિકાસ ના થતો હોઈ તો જે રાજ્ય અલગ થવા ની માંગ કરે છે એ વિસ્તાર ના પ્રધાનો વિધાન સભા માં કેમ કઈ બોલતા નથી ?? એ લોકો ને તો બહુમત પબ્લીકે જ ચુંટ્યા છે. અને કદાચ અલગ રાજ્ય થઇ ગયું તો પણ આવા જ પ્રાધાનો આવશે અને તે વિકાસ કરશે???

રાજ્ય  અલગ કરવાથીસયુંકત વિકાસ થતો નથી , દેશ માટે  જે બહુ  મુશ્કેલી સર્જે છે , નાના નાના રાજ્યો ઉપર અંકુશ રાખવો , બોર્ડર નાં વિવાદો , વીજળી, પાણી  જેવા કુદરતી સંસાધનો અને જરૂરિયાતો ની સરખી વહેચણી વગેરે વધુ અને વધુ મુશ્કેલ  બનતું જાય .

મારા  મતે દેશ ને અલગ અલગ રાજ્યો માં વહેચવા નો ઈરાદો સાંસ્કૃતિક વૈવિધ્ય ઉપર હતો . સમાન ભાષા બોલતા લોકો નું રાજ્ય હોઈ તો વહીવટ માં પ્રોબ્લેમ નો થાય , લોકો ને મુશ્કેલી નો પડે .  જો ખરેખર ભાષા નો કે સાંસ્કૃતિક પ્રશ્ન હોઈ , જેના કારણે લોકો ને અગવડ પડતી હોઈ તો અલગ રાજ્ય ની માંગણી વ્યાજબી  છે . બાકી જો આખા ભારત માં સરખી જ ભાષા અને સંસ્કૃતિ હોઈ તો એકપણ રાજ્ય ની જરૂર નથી . સયુંકત વિકાસ જ બેસ્ટ ઓપ્સન છે .


Best Gujarati Videos