જાહેરાતો દુનિયાનાં રીત રીવાજો બદલી શકે છે.

આપને સામાન્ય રીતે ટીવી પર આવતી કે અન્ય કોઈ જાહેરાતોને અવગણતા હોઈએ છીએ . આપણને મન માં થાય કે આ લોકો ખોટા રૂપિયા ખર્ચે છે જાહેરાતો થી શું ફેર પડવાનો !!!! પણ તમે પાછું વાળીને જોશો તો જાહેરાતો એ દુનિયાની રહેણી કહેણીથી માંડીને જીવન બદલાવી નાખ્યું છે .


Advertisement
અત્યાર સુધીમાં જાહેરાતો એ ત્રણ સ્ટેજ પાર કરી નાખ્યા છે .
  1. અમારી પ્રોડક્ટ વાપરો. એમાં આ પ્રકારના ફીચર્સ છે અને આ ફાયદા છે .(સમજાવટ )
  2. પછી આવ્યું અમારી પ્રોડક્ટ લેસો તો આટલું ડિસ્કાઉન્ટ , આ વસ્તુ ફ્રી વગેરે ..(લાલચ )
  3. હવે આવ્યું અમારી પ્રોડક્ટ નહિ લ્યો તો તમે પાછળ રહી જશો , બીમાર પડશો વગેરે ..(ડર)

સૌ  પ્રથમ ટુથ પેસ્ટથી સ્ટાર્ટ કરીએ , સવારમાં ઉઠતા જ મગજમાં કઈ વિચાર્યા વગર જ હાથમાં એક બ્રશ અને એક પેસ્ટ આવી જાય . દાંત ઉપર ફેરવીને કોગળા કરી કાઢીએ. શું આ પેસ્ટ આવી એ પહેલા લોકોનાં દાંત સડી જતા ??? મજબુત ના હતા ??? પીળા પડી જતા??? જવાબ છે નાં . મારા ફેમીલીનું જ ઉદાહરણ લઈએ તો મારા દાદીમાં ક્યારેય બ્રશ નથી કરતા , સવારમાં સામાન્ય ગરમ મીઠાવાળા પાણીનાં કોગળા જ . તેના દાંત હજુ એવાને એવા છે જયારે મારા પાપા,મમ્મી, કાકા,કાકી  વગેરે રોજ નિયમિત બ્રશ કરે છે અને એના મોઢામાં ગણ્યા ગાઠયા દાંત જ બચ્યા છે . હું બ્રશ કરવાના વિરોધમાં નથી પણ "૧૦ માંથી ૯ દાંતનાં ડોક્ટરો " ની સલાહે આપણા જીવનમાં બ્રશ કરવાનું ફરજીયાત કરાવી દીધું છે . શરૂઆતમાં જાહેરાતો આવતી બ્રશ કરવાથી આ ફાયદા થાય , પેલા ફાયદા થાય વગેરે .... પછી સ્ટાર્ટ કર્યું રોજ બ્રશ કરવું જરૂરી છે ....પછી આવ્યું રાત્રે પણ બ્રશ કરવું જરૂરી છે ...હવે  આવ્યું ખાધા પછી એ લોકો ની સ્પેશિયલ પ્રોડક્ટથી કોગળા કરવા જરૂરી છે ...

આવી જ એક બીજી પ્રોડકટ છે કોમ્પ્લેઈન , સાચે એ છે શું એ મને નથી ખબર. પણ એની જાહેરાતો જોઈને ડરી જવાય છે . તમારા છોકરાવને જો તમે એ નહિ પીવડાવો તો એનો સરખો વિકાસ નહિ થાય ... તો શું તમારી પ્રોડક્ટ નહોતી  આવી એ પહેલા કોઈનો સંપૂર્ણ વિકાસ જ નહોતો  થતો ??? હવે તો આ લોકો એટલી હદે આગળ નીકળી ગયા છે કે છોકરાની સાથે મમ્મીને પણ પીવું ફરજીયાત છે. ખાલી દૂધ પીવાથી કઈ નાં થાય એમાં અમારો પાવડર નાખો તો જ પોષણ મળે . !!! જે હોઈ તે આની ઇફેક્ટ પડી જ છે , શહેર ના ૧૦ માંથી ૯ છોકરાવ આ પાવડર પીવે છે  અને સંપૂર્ણ વિકાસનો લાભ મેળવે છે ..!!!! કદાચ માતાઓ બાળકને એટલે પણ પીવડાવે છે કે કદાચ મારું બાળક પાછળ નાં રહી જાય .!!

બાકી  બીજી ઘણી પ્રોડક્ટ્સ છે જેને આપની લાઈફ માં પરણે ઘૂસણખોરી કરી છે કે જેની ક્યારેય જરૂર જ નાં હોઈ. "ડી.ઓ. " વાળા ની જાહેરાતો તો ભુકકા કાઢી નાખે એવી હોઈ છે , આપણને ખબર જ નાં પડે કે ભાઈ આ પ્રોડક્ટ છે શેના માટે ??  અમુક બ્યુટી પ્રોડક્ટ્સનું પણ એવું જ છે . તમે ઓલરેડી ગોરા જ છો તો પણ તમારે એની ટ્યુબ મોઢે લાગવાની જ, તો જ તમે સક્સેસ જાવ .

અરે હા અમુક પ્રોડક્ટ્સ તો ક્યાં ક્યાં થી "કીટાણું" સોધી કાઢે છે એ ખબર જ નથી પડતી . પહેલા એડ આવતી કે તમે અમારા સાબુથી હાથ ધુઓ ...પછી લાવ્યા કે અમારા સાબુથી હાથ નહિ ધુઓ તો તમારી તબિયત જોખમાશે ...અને હવે ,તમારા સાબુ માં પણ કીટાણું હોઈ શકે છે એટલે સાબુની જગ્યા પર તેનું " હેન્ડ વોશ " વાપરો . આ તો હદ થાય છે .

આવી તો ઘણી પ્રોડક્ટ્સ છે જે જાહેરાતો નાં માધ્યમ થી આપની જીંદગીમાં ઘર કરી ગઈ છે એના વિના ચાલે  તેમ જ નથી. સામાન્ય લોકો દેખાદેખી માં ભરમાય જાય છે . ઉચ્ચ વર્ગ ટેસ્ટીંગ કરવામાં ભરમાય જાય છે . જે હોઈ તે પણ અનુપયોગી પ્રોડક્ટ્સથી બચો , ખરેખર જરૂર હોઈ તો જ પ્રોડક્ટ ખરીદો . અમુક રૂપિયા સસ્તું મળતું હોઈ કે ફ્રી મળતું હોઈ પણ જો ખરેખર જરૂર હોઈ તો જ ઉપયોગ કરો .

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.