ગરીબ મજુર ની કલમે

(નોંધ: આ પોસ્ટ મેં ફેસબુક માં  વાંચેલ હતી . મને બોવ જ ગમી હતી એટલે અહી થોડા ફેરફાર સાથે  શેર કરું છું )


એજ આથમતો સુરજ અને ઘરે આવતો મજુરિયો વર્ગ ફૂટ પાથ પર ચાલતી વખતે એક મજુર મારી આગળની બાજુ એ માત્ર ટોવેલ પાથરી ને ફૂટપાથ પર સુઈ ગયો મારા મોઢા માં થી નીકળી ગયું વાહ છે કઈ જીવન કે જિંદગી ની ચિંતા ????

ગરીબ મજુર ની કલમે
ગાદલા તકિયા ની જીવન માં લપ નથી રાખી
ઘર કોને કેહવાય એ વાત ની કદર નથી રાખી
અત્યાર સુધી ડુગળી આવતી હતી ભાણા માં
હવે એ મોંઘી થયા પછી એની મોજ ની આશ નથી રાખી
આકાશ આપની છત છે અને જમીન આપનું ઘર
આથી વધુ જરૂરિયાત ની જરુરીયાત નથી રાખી
સરકાર ગમે તે કરે વ્યાખ્યા ગરીબી ની “ભગવાન જાણે “
ગરીબ છીએ કે અમીર એ વાત ની જાણ અમે ખુદે નથી રાખી
આમ જ જિંદગી જીવતા જઈશુ અને ખુશ રેહતા રહીશું
પૂરી થશે જિંદગી કે બાકી કેટલી રહી એ વાતની કદી ફિકર નથી રાખી
-
જો આના થી વધુ તમને ભગવાને આપ્યું હોય તો put ur right hand on ur heart and say 3 magical words to god “thank u thank u thank u” for this beautiful life.

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.