સચિન તેંદુલકર - અંતિમ વિદાઈ.

"એને ટી-૨૦ માંથી નિવૃત્તિ લીધી, થયું હજુ વનડે અને ટેસ્ટ મેચ તો બાકી જ છે , આમેય હવે એનું પરફોર્મન્સ બગડતું જાયછે .
થોડા સમય બાદ વનડેમાંથી નિવૃત્તિ જાહેર કરી , થોડું દિલમાં કૈક થયુ. પણ ઈટ્સ ઓકે ચલો ટેસ્ટ મેચમાં તો એના ભારેખમ બેટના શોટ્સ જોવા મળશે જ.
પણ જયારે એની આખરી ટેસ્ટ ની આખરી સ્પીચ સાંભળી ત્યારે તો દિલ જ તૂટી ગયું , આંખ ભીની થઇ ગઈ . શું હવે આ "ક્રિકેટ નાં ભગવાન" ક્યારેય જોવા જ નહિ મળે ??"

Sachin
એ આખરી ટેસ્ટ લોકો ભારતની પ્રથમ બે વિકેટ માટે પ્રાર્થના કરતા હતા, વેસ્ટ ઇન્ડીઝ ની બીજી ઇન્નીંગ માટે વેસ્ટ ઇન્ડીઝને ચીયર કરતા હતા , ટ્વીટર અને ફેસબુક પર "#ThankYouSachin" ની કરોડો પોસ્ટ મુકાઈ હતી . લગભગ બધી જ સોસીયલ વેબસાઈટ્સ સચિનમય બની ગઈ હતી. હેટ્સ ઓફ .... આવું કોઈ એક ટીમમાં રમતા ખેલાડી માટે  ઓછું જોવા મળે. ઈનફેક્ટ મેં તો પ્રથમ વખત જ જોયું .

સચિન મહાન કેમ છે ?? આટલા બધા ઢગલા બંધ રન ને લીધે ?? રેકોર્ડ્સનાં રેકોર્ડ્સ ને લીધે ??  નહિ.. એ મહાન છે કારણ કે એ મહાન છે . એનો વિનમ્ર સ્વભાવ અને એક પણ કલંક વગરની ક્રિકેટ કારકિદી જ્વલે જ  ક્રિકેટ માં આવો બીજો વ્યક્તિ જોવા મળી શકે. સચિન જેટલા રન કરવા અશક્ય નથી કોહલી નું ફોર્મ જોતા તે કરી પણ જાય , પણ સચીને જે "બોલરો" નાં યુગ માં આ રન કર્યા  છે તે અકલ્પનીય છે .

૮૦  મીટર નું ગ્રાઉન્ડ , ગ્રીન કે હાર્ડ પીચ સામે મેકગ્રા, મુરલી ,વોર્ન,અક્રમ ,વકાર  યુનીસ બ્રેટ લી  જેવા ધુરંધર બોલરો. જેના એક એક બોલ રમવા કસોટી સમાન હોઈ , બોલ અને બેટ ની વચ્ચે ધમાસણ યુદ્ધ ચાલતું હોઈ અને એ કન્ડીશન માં જે સેન્ચ્યુરી લાગે એના માટે  સો સલામ થઇ જાય. ટીમ નાં ૨૨૦ રન માં ૧૦૦ રન એક જ ખેલાડી ના હોઈ એમાં મજા છે . અત્યારની પીચો અને નિયમો ને લીધે રન કરવા આસન થતા જાય છે ત્યારે સચિન નો રેકોર્ડ રેકોર્ડ સિક્યોર નથી પણ સચિન એકદમ સિક્યોર છે .

હવે  ખરેખર ક્રિકેટ નો એક યુગ  પુરો થતો હોઈ એવું લાગે છે લારા ,ગાંગુલી ,દ્રવિડ ,પોન્ટિંગ , ગીલક્રીસ્ટ , હેડન , જેવા ધુરંધરો નિવૃત થઇ ગયા છે, સાથે સાથે જુના ફિલ્ડીંગ અને પાવર પ્લેનાં નિયમો પણ નિવૃત થઇ ગ્યા છે તો હવે વનડે તો વનડે રહી જ નથી. ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે લોકો માં ઇન્ટરેસ્ટ જગાવવા નવા નિયમો આવવા ની સંભાવના ખુબ જ વધારે છે. તો ક્રિકેટ આખું બદલાઈ ને નવા યુગ માં પ્રવેશી રહ્યું છે ત્યારે આવા દિગ્ગજ ની નિવૃત્તિ આંખો માં આંસુ નાં લાવે તો જ નવાઈ!!!


"સચિન નાં રન અને રેકોર્ડ્સ ,મહત્વ નાં નથી પણ એને જે ક્રિકેટ કાળ માં એ રન અને રેકોર્ડ્સ કર્યા છે તે અગત્ય નું છે ".

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.