એ (બિચારા !!)મોબાઈલ વગર નાં લોકો ...!!

આમ તો મારું આખું બાળપણ ગામડામાં જ વીત્યું છે, પણ એ ૨૦ મી  સદીનું ગામ પણ આજ કરતા ઘણું જુદું હતું . મોબાઈલ વગરનાં માણસો , ફોર વ્હીલર વગરની શેરીઓ  અને કાચા ધૂળનાં રસ્તાઓ ...સાવ અલગ જ . મને  યાદ છે ત્યારે કોઈ મોટેરાઓ પાસે પણ મોબાઈલ નહતો, અરે મોબાઈલની ક્યાં વાત થાય, ટીવી પણ હજુ અમુક ઘર સુધી જ પહોચી હતી. ફ્રીઝ તો શેરીમાં એક જ હોઈ જ્યાં ઉનાળાની આકરી ગરમીમાં છાસ ઠંડી કરવા માટે લોકો બરફ લેવા આવે. જો કે આ વખતમાં શહેરોમાં પણ બોવ જુજ માણસો પાસે મોબાઈલ હતા .

એ વખતે સાંજે રોજ પાનનાં ગલ્લાઓ કે ચોકમાં " હનુમાન નાં ઓટે" રોજ મીટીંગો જામતી. લોકો રોજ સાંજે "વાળું" કરીને ભેગા થાય. ખેતીથી માંડીને સુખદુખની વાતો કરે. અગત્યની વાત તો ઈ હતી કે કોઈ ને પણ મેસેજ કે કોલ કાર્ય વગર જ લોકો ટાઈમ પર આવી જાય.  મને નઈ સાંભળતું કે ક્યારેય કોઈને બોલાવા જવા પડે કે રોજ ટાઈમ પાક્કો કરવો પડે, બધા સ્વયંભુ જ ટાઈમસર પહોંચી જાય. લોકો કામના સમયે ખંત પૂર્વક કામ કરતા, વિદ્યાર્થીઓ ભણવાનું ત્યારે ભણવાનું અને રમવાનું ત્યારે રમવાનું. ટાઈમપાસ કરવા માટે ઘણી બધી રમતો, વાતો કરવા માટે બ્રોડ ટોપિક્સ હતા. ભલે દુરના લોકો સાથે વાત કરવાનું લગભગ અસંભવ સમાન હતું પણ દિલની અંદર દુરના સ્વજનો માટે ખાસ્સી એવી જગ્યા રહેતી. કોઈ ઘરે આવે તો (મોસ્ટલી અચાનક જ આવ્યા હોઈ ) મન ખુશ ખુશ થઇ જતું અને લાંબા સમયની જૂની પુરાની વાતો યાદ કરીને મન ખુશ ખુશાલ થઇ જતું. 

"કોણ સમજે દબદબો એ શાહીનાં ટીપાં તણો
માનવી ખુદ થઇ ગયો મોબાઈલ પાસે વામણો...!!"
-જગાનંદ


જયારે આજે કઈ પણ આયોજન હોઈ ત્રણ વાર કોલ કરી ને ટાઈમ પાક્કો કરે. એક બે મેસેજ કરીને જાણી લ્યે કે જોઈ હજુ આવ્યું કે નઈ , "હમમ  ૪-૫ જાણા પહોંચી ગ્યા , તો હવે આપને નીકળીએ" . ઘરે બેઠો બેઠો તો શું જાણે વાઘ મારવા નો હોઈ . આ બધા માટે લાગુ પડે છે ક્રિકેટ રમવા જવાનું હોઈ કે  લગ્નના પ્રસંગમાં, કોઈને મળવા જવાનું હોઈ કે, કોઈ મીટીંગ માં જવાનું હોઈ.

વિદ્યાર્થીઓ ચોપડીની સાથે મોબાઈલ લઈને વાંચવા બેસે , વાંચતા વાંચતા વોટ્સ અપકે ફેસબુક ચાલુ જ હોઈ ( આમાં હું પણ આવી જાવ ;) . સાલી ખબર ના પડે બે કલાક વાંચવા બેઠા એમાંથી એક્ચ્યુલી કેટલું વાંચ્યું. ભાઈ(કે પછી બેન) કલાક મોબાઈલ બંધ કરીને વાંચી લે તો તારા બાપાનું શું ઘસાઈ જવાનું !!!!

ગમે ત્યાં ઇવેન્ટમાં ગ્યા હોઈ કે કોઈ શો જોવા ,  હાથમાં મોબાઈલ લઇને ફોટા કે વિડીયો ઉતારવામાં જ વ્યસ્ત હોઈ સાલી આખા શોની ફોટોગ્રાફીનો કોન્ટ્રાક્ટ આપણે લીધો હોઈ એવું લાગે !!  યાદી પૂરતા એક બે ફોટા પાડીને એન્જોય કરો ને ભાઈ  (ઓર બેન ..હા હા ).

ઘરે  કોઈક આવે (અગાઉ થી જ ખબર હોઈ કે આવવા ના છે ) એટલે ડાઈરેક્ટ આવકાર આપે "પોચી ગ્યા એમ ને , હું તમને કોલ કરતો હતો પણ ફોન બંધ આવતો હતો ". સામે થી રીપ્લાઈ આવે "હા હો !! બેટરી પૂરી થઇ ગઈ તી . ઝીણી પીન નું ચાર્જર હોઈ તો આપો ને જરા". બસ ત્યાંથી આખી વાત મોબાઈલ ટ્રાન્સફર થઇ જાય. "શું અલ્યા હજુ ઝીણી પીન વાળા વાપરો છો એન્ડ્રોઈડ લ્યો ભાઈ હવે ."  ઈ જે વાપરે ઈ એમાં તારા કવ એનું શું જાય ..!! કેટલા દિવસે આય્વો છે તો ખબર અંતર તો પૂછ.

મિત્રો એકબીજા ને N! (N factorial, જો N=3 => 3*2*1=6) કોલ કરી ને
મળવા નું નક્કી કરે ( આગળ જણાવ્યું એ પ્રમાણે ). પાછી જયારે મળવા ભેગા  થાઈ, એટળે મોબાઈલ લઇ ને ચોટી પડે , જેવી ઉમર. ટીનએજર હોઈ તો જાણે ડેટા ભેગા કરવા આવ્યા હોઈ એવું લાગે . ભાઈ તારી પાસે ફલાણું સોંગ છે ?? ફલાણો વિડીયો જોયો એલા ??...આ માટે  ભેગા થયા હતા એલા !!! યુવાનો હોઈ તો તો પત્યું , બધા પોત પોતાની વાળી (કે વાળા ) સાથે ચોંટ્યા હોઈ. એમાં પણ જે સિંગલ હોઈ એનો બિચારા નો તો મરો.
ડ્રાઈવિંગ કરતા કરતા , ખાતા ખાતા , પીતા પીતા , સુતા સુતા (અમુક દૈનિક ક્રિયાઓ કરતા કરતા ..હો હો ) હાથ માં મોબાઈલ તો હોઈ  જ . હવે ન્યુ જનરેશન માં કદાચ ભગવાન એક હાથ માં મોબાઈલ ફીટ કરી ને જ ડાઈરેક્ટ મોકલે તો નવાઈ નહી ..!!



Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.