વ્યથા - દેશ અને પરદેશ ની


કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,

અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે, ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે,
અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

અહીં માણસમાં થી દોસ્ત નીકળી ગયો છે ને ધોળીયાનો સ્વભાવ બધાંને ભર્ખી ગયો છે,
લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,

એક ટાઇમ ખવું છું, ને ઓફીસ જાઉં છું, માણસ માંથી જાણે મશીન બની ગયો છું,
આઝાદ ભારતમાં થી આહીં આવી ફરી ગુલામ બની ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

ભગવાન, થોડી જીંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે,
ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, ફરી સેવ ઉસળ પેટ ભરીને ઠોકવું છે,
બાઈક પર ત્રણ સવારી રખડવું છે, ભગવાન, મારે ફરી મમ્મી નો લાડલો બની જવું છે,
પોતાના લોકોથી છુટો પડી ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું.. 

(Note:ફેસબુક માં વાંચેલું ).

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.