ગુજરાતી એટલે?

હમણાં ટ્વિટર  માં મેં (અને અમુક ખાસ મિત્રો ની મદદ થી ) ચાલુ કરેલો ટ્રેન્ડ અમદાવાદ માં ટોપ પર ચાલ્યો. ટ્રેન્ડ હતો "ગુજરાતી એટલે " એમાં બધા એ પોતપોતાના વ્યુ આપેલા। એમાંથી કેટલીક બેસ્ટ ટ્વિટસ અહી શેર કરું છું ..



  • ભલ ભલા ની પથારી ફેરવી નાખે એવા અઘરા લોકો.
  • અમારા ઘરે આવ્યા છો તો જમ્યા વગર જવાય જ નહિ ....
  • ચોટલા વાળી મારી, બીજી તારી!  
  • શિયાળા માં ઓળો અને બાજરાનો રોટલો , ઉનાળા માં કેરી નો રસ અને ચોમાસા માં ભજીયા કે દાળવળા !! 
  • જબરદસ્તીથી રૂપિયો એ ના આપે ને પ્રેમથી માંગો તોહ પણ રૂપિયો એ ના આપે /એમ બીસનેસ ને ઈમોસન ભેગા નઈ કરવાના
  •  
  • જો પેલી તારી સામે જોવે છે ..ભાઈ પાર્ટી થઇ જાય આજ ..!! 
  • રવીવારે ફાફડા જલેબી નો નસ્તો તો જોઇએ જ
  • 'ચ્હા' પીતાં પીતાં ચાર લાખનો સોદો કરે ઈ. 
  • આજ રોકડા, કાલ ઉધાર :)
  • અમ્મેરિકાના પ્રમુખ પાસે 'કેમ છો' બોલાવે ઈ. 
  • ... પહેલાં રાજયનો 'સંત્રી' થાય, પછી દેશનો 'વડો' થાય અને પછી સમગ્ર વિશ્વનો 'બોસ્સ' થાય ...  
  • એ. સી. હોવા છતા ઉનાળામાં ધાબે ઠંડી પથારીઓમાં સૂવાના કલ્ચરમાં માનનારા , બે કલાક પથારી ઠંડીથવા દેવાના અાગ્ાહી ;)
  • ... બહારગામ જાય ત્યારે આખુ ઘર પેક કરીને સંખ્યાબંધ તાળાઓ લગાવીને કહે "મારૂ ઘર તો ભગવાન ભરોસે"  
  • ભાઈ અમારે પણ ધંધો કરવો છે , રોજ નાં ગરાગ પાસે થી ૨ રૂપિયા ઓછા જ લેવાના હોઈ !
  •   એ ભાઇ થેંક યુ હોં! એ ભાઇ સોરી હોં! બોલનારા લોકો  
  •   લાલુ, જીગો, પીંટુ, જગો, રાજુ, ચકો, ગગો .....
  •   રિસ્ક લેવાવાળી પાર્ટી
  • પિત્ઝા ની સાથે છાસ માંગે એ
  • "જો બકા" કહીને શાંત્વના અને હિંમત આપનાર લોકો.
  • ખાલી જલેબી, ઊંધિયું અને ફાફડા નહિ, પણ વખત આવ્યે દેશની આઝાદીની આગેવાની કરી બતાવે. 
  • ગાંધીજી થી મોરારજી અને સરદાર પટેલથી નરેન્દ્ર મોદી સુધીની સક્ષમ નેતાગીરી.
  •   એક સામન્ય પોતડી પહેર્તા મહત્મા ગાંધી જેમણે દેશ આઝાદ કારાવ્યો.
  • જે અમેરિકા જઈ ને પણ ભાવ તાલ કરાવે  
  • સનેડો ,35 નો માવો,ફેપ્સી,ભાજીપાઉ,સુરતી ખીમો, અને કોઈ બી પરસંગ કે તહેવાર હોય નશાબંધી માય પેલા પિવો ઈ છેલછબીલો ગુજરાતી
  • " મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે "
  • અમેરિકા જઈ આવ્યા હોય તો પણ 'નેસન', 'ટેન્સન' અને 'ફેસન' બોલે એ  
  • ગઈ કાલ માટે રડે નહિ, આવતીકાલ માટે ડરે નહિ તે ક્યારેય પાછો પડે નહિ.. 

5 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.