જય સોમનાથ - કનૈયાલાલ એમ. મુનશી

"જય સોમનાથ " આમ તો આ બુક વિશે સાંભળેલું, પણ વાંચવાની રહી જતી હતી. ટાઈટલ પર થી જ લાગેલું કે મહમદ ગજની ની સોમનાથ ની લુંટ વિષે ની બુક હશે.

પહેલા  2 ચેપ્ટર થોડા બોરિંગ લાગ્યા , નાં કોઈ જાણીતું પાત્ર કે નાં કોઈ ઠોસ સ્ટોરી. વધુ પડતું વર્ણન અને બુક વાંચવાની મૂકી દીધી.પણ જેવી પાછી વાંચવાની શરુ કરી , પાટણ  રાજ ભીમદેવ નું નામ આવ્યું , પછી તો ઘણા  સાંભળેલ નામ ચોલા , ઘોઘા બાપા , ચારણો , ગઢવીઓ  , રજપૂતો। .. અહા ! એક બીજો જમાનો જીવી આવ્યો હોઈ એવું લાગ્યું।

બુક મૂળ તો "મહમદ ગજની" નાં આક્રમણ નો ગુજરાત નાં રજપૂતો એ મળી ને કેવી રીતે સામનો કર્યો એના પર છે. બુક નો હીરો તો પાટણ રાજ ભીમદેવ છે પણ ચૌહાણો એ ખરેખર દિલ જીતી લીધું. એમના એ પરાક્રમો , રણ માં રજળતો  એ સજ્જન ચૌહાણ અને પછી ગજની ની સેના ને રજળાવતા શહીદી વહોરતો એ વીર ! એના થી સવાયો એનો પુત્ર સામંત ચૌહાણ ! 21 વર્ષ ની ઉમરે એને જોયેલું એ માતમ , આખા ખાનદાન  માં બચેલો એકલો એ વીર જે છેલે સુધી લડત આપે છે।

બુક ની હિરોઈન હોઈ તો એ છે ચોલા. એના રૂપ નાં વર્ણન માટે તો બુક જ વાંચવી પડે ! ભગવાન સોમનાથ નાં પ્રેમ માં પડેલી એ યુવતી કે જેના માટે ભગવાન શંકર જ એનો નાથ છે એના સિવાય બધા મર્દો  પરાયા છે.  રોજ ભગવાન ને રીઝવવા નાં પ્રયતો અને એનું નૃત્ય અહા ! આગળ ભીમદેવ અને ચોલા ની લવસ્ટોરી પણ મસ્ત રીતે વણી લેવામાં આવી છે.

બુક માં દરેક પરિસ્થિતિ નું મસ્ત વર્ણન છે , યુદ્ધ નાં એક એક વાર નું વર્ણન કર્યું છે. તે સમય નાં અમુક ધાર્મિક દુષણો પણ વર્ણવ્યા છે. રજપૂતો ની શૂરવીરતા સાથે એમનો અહંકાર અને વધુ પડતા આત્મવિશ્વાસ પણ દર્શાવ્યો છે. મહમદ ગજની  ને પણ એક સારા યોધ્ધા તરીકે ચીતર્યો છે।  આખી એક મુવી કે કોઈ સારી સીરીયલ નું રેડીમેડ મટીરીયલ છે !!

જય સોમનાથ !
ઓમ  નમ: શિવાય !

ઓનલાઈન બુક વાંચવા માટે -> અહી ક્લિક કરો  

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.