રખડપટ્ટી 2 - ભયાનક સફારી ની સફર
આ વખતે તો બેંગ્લોર માં પાણ  ગરમી પડે છે. છેલ્લા શની રવિ માં ક્યાંક જવા નો પ્રોગ્રામ બનાવવા નું નક્કી કર્યું. ચારેય રૂમમેટ બેસી ને નક્કી કરતા હતા કે કઈ બાજુ જવું. હમેશા ની જેમ ક્યા જવું એ તો નક્કી નાં થયું પણ એવું વિચાર્યું કે કાર બુક કરી લઈએ તો ક્યાંક જવાશે. ઓનલાઈન કાર બુક કરી નાખી ! બીજે દિવશે નક્કી થયું કે આવી ગરમી માં કાતો હિલ સ્ટેશન જવાય અથવા તો જંગલ માં. અહી સાઉથ ની આજુબાજુ માં જંગલ બોવ જ છે. 230 કિમી દુર આવેલું બાંદીપુર  નાં જંગલ પર ઠરાવ પાસ થયો.  સાથે સાથે કાર કોણ ચલાવશે અને વચ્ચે ખાલી રોડ આવે તો નો આવડતી હોઈ એને શીખવા  આપવી એવો ઠરાવ પાસ થયો. 
બાંદીપુર આમ તો વાઘ માટે પ્રખ્યાત હતું પણ હવે કોઈ વાઘ રહ્યા હોઈ એવું લાગતું નથી. એટલે અમને જંગલ માં કોઈ ની બીક નહોતી. જંગલ થોડું ગાઢ છે. 
મારે કરવી છે ભયાનક સફારી ની વાત ! માંડ માંડ બચ્યા નો અનુભવ। આમ તો અમે સફારી (જંગલ માં ફરવા ) માટે બપોરે 2:30  ના જવાનું નક્કી કરેલું  પણ ત્યાં કાર્ડ પેમેન્ટ ચાલતું નાં હોઈ બાજુ ના શહેરમાં રૂપિયા ઉપાડવા જવું પડ્યું અને સાંજે 5:30 નો ટાઈમ મળ્યો અમને. સાંજે 5 વાગ્યા ત્યાં સુધી માં ધીમે ધીમે વરસાદ ચાલુ થઇ ગયો હતો અને 5:30 સુધી માં ફૂલ વરસાદ આવતો હતો. આવા વરસાદ માં અમારી સફારી શરુ થઇ. 
થોડા આગળ જતા જ હરણો  જોવા મળ્યા। ટોળા  માં વરસાદ થી બચતા , વૃક્ષ ની નીચે કાંપતા એ હરણો  નાના બાળકો જેવા માસુમ લગતા હતા. 
![]()  | 
| (આ ફોટા માં હરણ છે... સરખું જોવો અલાવ ) | 
અમારી સફારી બસ ધીમે ધીમે આગળ વધતી હતી. હરણ , હાથી , વાંદરા વગેરે જોયા પણ હજુ એકેય માંસાહારી પ્રાણી જોવા મળ્યું નાં હતું. સાંજ નાં 6 વાગી ગયા હતા અને ધીમું ધીમું અંધારું થઇ રહ્યું હતું।. વરસાદ હજુ ચાલુ જ હતો. ત્યાં જ બચ અચાનક સ્લીપ થવા માંડી. હું ડ્રાઈવર  સાઈડ છેલ્લે થી ત્રીજી સીટ માં બારી પાસે બેઠો હતો. ડ્રાઈવર  ને થયું  સ્પીડ વધારવા થી નીકળી જશે પણ ઉલટા ની વધુ લપસવા માંડી। એટલે ડ્રાઈવર એ બ્રેક મારી અને બસ  ડ્રીફટ મારી ને સીધી હું બેઠો હતો ત્યાં ઝાડ સાથે અથડાય. બોવ મોટો ઝટકો લાગ્યો અને બધા નાં હોસ ઉડી ગયા. ભગવાન ની કૃપા થી કોઈ ને કાઈ લાગ્યું નાં હતું. 
હજુ ઓછું થયું હોઈ એમ , ડ્રાઈવરે બીજી ટ્રાય મારવાનું નક્કી કર્યું. વ્હીલ પાસે લાકડા ગોઠવી ને બસ ચાલુ કરી. ઊલટાની બસ વધુ ઊંડી ખુપી ગઈ અને એકદમ નમી ગઈ, પાસે ઝાડ નાં હોત તો કદાચ ઉલટી જ પડી જાત.
સાચી ભયાનકતા તો હવે શરુ થઇ. સાવ અંધારું થઇ ગયું હતું.આકાશ માં વીજળી નાં કળાકા ચાલુ હતા અને જંગલ માંથી ચિત્ર વિચિત્ર અવાઝ આવતા હતા. આવામાં  મદદ માટે કોઈ આવશે કે કેમ એ કાઈ સમજાતું નહતું અને ડ્રાઈવર સિવાય કોઈ નાં મોબાઈલમાં ટાવર પણ નહોતો આવતો.  ડ્રાઈવર અને બીજા મુશાફરો લોકલ ભાષા માં વાત કરતા હોઈ કાઈ ખબર પડતી નાં હતી શું ચાલી રહ્યું છે. આમનેમ  એક કલાક જતી રહી. હવે કાઈદેસર ની બીક લાગતી હતી. 
ત્યાં ખબર પડી કે બીજી બસ આવે છે પણ એ અહી સુધી આવી શકે એમ નથી. રાત્રે જંગલ માં અડધોક કિલોમીટર ચાલી ને જવું પડશે. વરસાદ માં કીચડ માં ચાલતા ચાલતા  જેમ તેમ કરી ને બીજી બસ સુધી પહોચ્યા ત્યારે રાહત નો શ્વાસ લીધો. પણ હજુ મોટો પ્રોબ્લેમ તો બીજો હતો. બસ અમને જ્યાં છોડવાની હતી ત્યાંથી અમારો રહેવા માટેનો રિસોર્ટ 5 કિમી દુર જંગલમાં હતો. એમાં અમારે એકલા હાથે ભીના કીચડવાળા રસ્તા પર કાર ચલાવી ને જવાનું હતું. જો કે પછી એ બાજુ બોવ વરસાદ નાં હોઈ બોવ વાંધો નાં આવ્યો અને રાત્રે 8.30 ની આસપાસ સકુશળ  રિસોર્ટ સુધી પહોચી ગયા.
ભલે બાંદીપુર માં વાઘ નાં જોવા મળ્યો પણ ટ્રીપ એક રાત્રીના જંગલ નો રોમાંચક અનુભવ  આપતી ગઈ!! 


ટિપ્પણીઓ નથી: