ગુજરાત ની "અનામત" વાર્તા

એક મોટું નગર હતું. એમાં એક મોટો જમીનદાર રહેતો હતો. એની પાસે 1000 વીઘા જમીન હતી. ઘર માં સૌ ખાધે પીધે સુખી હતા. જમીનદારે 2 લગ્ન કર્યા હતા. પહેલી પત્ની નાં 6 છોકરા હતા અને બીજી પત્ની નાં 5. મોટી વહુ નાં છોકરાવ ને નાની વહુ ના છોકરા દીઠાય ગમતા નાં હતા. ધીરે ધીરે છોકરાવ મોટા થયા.

પહેલા તો બધા સરખે ભાગે વેચી ને ખાઈ લેતા પણ બીજી પત્ની એ ધોખો કર્યો કે "મારા છોકરાવ હજુ નાના છે, એને હજુ ઘણું શીખવાનું છે , ફરવાનું છે ,મોજશોખ બાકી છે અમને વધારે હિસ્સો જોઈએ " એટલે જમીનદારે નક્કી કર્યું કે જ્યાં સુધી બીજી વહુ નાં છોકરાવ મોટા નો થઇ જાય ત્યાં સુધી 500 વીઘા ની આવક બીજી વહુ નાં છોકરા માટે "અનામત". એ આવક માંથી જે રૂપિયા મળે એ ખાલી બીજી વહુ નાં 5 છોકરા વચ્ચે જ. જયારે બાકી ની 500 વીઘા જમીન ની આવક માં 11 એ 11 છોકરાવ નો ભાગ.

આ ઘણા સમય માટે ચાલ્યું.( છોકરાવ મોટા થયા જ નહિ , મોટા થઇ ગયા તો પણ મોહ નો છૂટ્યો !!) હવે પહેલી વહુ નાં છોકરાવ ને લાગવા માંડ્યું કે આ તો ખોટું થઇ છે હવે આપના ભાગે કઈ આવતું જ નથી. એટલે એ લોકો એ બાપ ને કીધું કે હવે તો "અનામત" વાળી જમીન કાઢો અને બધા ને સરખે ભાગે જમીન આપી દ્યો. અમારા 6 માંથી પણ 2 નાના છે એમને પણ હજુ બધું બાકી છે જયારે પેલા પાંચ ભાઈઓ માં 3 તો મોટા થઇ ગયા છે એમને હવે શું જરૂર ???

જમીનદાર ને લાગતું હતું કે હવે જો "અનામત" વાળી જમીન કાઢી ને બધા ને આપી દેશે તો બીજી પત્ની ને ખોટું લાગી જશે અને ઘર માં ઝગડા થશે એટલે એને ચાલતું હતું એમ જ ચાલવા દીધું. પહેલી વહુ નાં છોકરાવ થી નાં રહેવાયું એને લાગ્યું કે આના નાના ભાઈઓ ને અન્યાય થઇ રહ્યો છે. હવે બધી જમીન બધા ને સરખે ભાગે મળવી જોઈએ કે પછી જે બંને વહુઓ માં જે નાના ભાઈઓ છે એમને જ અનામત આપો. આ એક પત્ની નાં છોકરાવ ને અનામત આપવું અને બીજા ને નહિ એ અન્યાય છે..

હવે મોટી વહુ ના છોકરાવ માં એક બે છોકરા નો મગજ છટક્યો, હવે બોવ થયું !! ઘરે હલ્લો મચાવ્યો , ટ્રેક્ટર વગેરે સળગાવ્યા , ફર્નીચર તોડ્યું. ઘર માં બધા ડરવા લાગ્યા. હવે જમીનદાર ને બુદ્ધિ આવી કે આનું કૈક કરવું પડશે. એટલે જમીનદાર એક નવું સોલ્યુશન લાવ્યો કે " જે 500 વીઘા જમીન સૌની વચ્ચે છે , જેમાં કઈ અનામત નથી એમાંથી 100 વીઘા જમીન પહેલી વહુ નાં નાના બે છોકરાવ માટે પણ અનામત! બસ ખુશ ??

હજી ,પહેલી વહુ નાં છોકરાવ વિચારે છે કે આમાં આપણને ફાયદો શું થયો, આમાં અન્યાય ઓછો ક્યાં થયો !!

-અંકિત સાદરીયા

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.