પ્રણય ની પંક્તિઓ -2 : ટુકા માં ઘણું !

એક બે પહેલા ની અને એક બે હમણાં લખેલી આડી અવળી લાઈનો !! 

જયારે અચાનક જ તું પૂછે છે  "કેમ છો ?"
અને ત્યારે હું એમનેમ સાજો થઇ જાવ છું !
-અંકિત 

પ્રણય ની પંક્તિઓ


*************

જ્યાર થી તને જોઈ છે ,
આ ઉનાળો તો ખુબ ઠંડો લાગે છે !!
-અંકિત 
પ્રણય ની પંક્તિઓ


*************

જયારે કળકળતી  ઠંડી માં હાથ માં હાથ નાખી ને બેસે છે તું 
આખા શરીર માં પરસેવો વળી જાય છે !!
-અંકિત **************

આમ તો તું અને ઠંડી બેઉ સરખા 
અંદર થી જ મને હચમચાવી મુકે 
-અંકિત 


**************
રોજ થતા એક ફોન કોલ માં જ
આખો દિવસ જીવી લવ છું હું
-અંકિત ***************

આમ તો આજકાલ હું શાયરી નથી કરતો 
પણ શું કરું 
આજકાલ તારી તસ્વીર મગજ માંથી જતી નથી 
-અંકિત 


**************

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.