"રાહ જોવી" - અંદર ની ભાવના !

આપણા  જીવન માં રોજ થોડો ટાઈમ તો કોઈક ની "રાહ" જોવામાં (વેઇટ  કરવામાં ) કાઢી જ નાખતા હોઈએ છીએ. આમ જોઈએ તો  જિંદગી નો ઘણો સમય રાહ જોવા માં વેડફાઈ જતો હોઈ છે. જો કે એ સમય વેડફાયો નાં કહેવાય , રાહ જોવા માં ય મજા છે , ક્યારેક રોમાંચ છે ક્યાંક ડર  છે. ક્યાંક  એકસાઈટમેન્ટ છે તો ક્યાંક નારાજગી. પણ આ રાહ જોવા માં આપને દરેક ટાઈપ ની ફીલિંગ અનુભવી શકીએ છીએ. 

અલગ અલગ વ્યક્તિ ની રાહ જોવા માં અલગ અલગ ફીલિંગ હોઈ છે. સવારે 6 વાગ્યા માં ઉઠી ને તૈયાર થઈ  7 વાગે કોલેજ જવા નીકળીએ, વચ્ચે ફ્રેન્ડ ને એના ઘરે થી પીક અપ કરવા નો હોઈ અને ત્યાં પહોચીએ અને ખબર પડે કે હજુ તો જનાબ બ્રશ કરે છે. "પાંચ મિનીટ વેઈટ  કર હમણાં જ દશ મિનીટ માં તૈયાર થઇ જાવ". અને એ દશ મિનીટ વીસ  મિનીટ માં પરિણમે. ત્યારે આપણે  એને  અંદર થી "મણ  મણ " ની સંભળાવીએ. પણ ક્યારેક એના ઘર ની બહાર વેઇટ કરતા કરતા શેરી માં મસ્ત  નઝારો જોવા મળી જાય એવું પણ બને ;)

 ઘર થી દુર રહેતા લોકો માટે ખાસ, મમ્મી કે પાપા નાં કોલ ની રાહ. રોજ સાંજે  9 વાગે કોલ આવતો હોઈ એટલે  8:45 થી રાહ જોતા હોઈએ કે ક્યારે આવશે. જો પાંચ મિનીટ પણ વધારે થઇ જાય તો સામે થી 2-3 વાર કોલ કરી જોઈએ. આ રાહ માં એક પરેશાની હોઈ એક અપનાપન હોઈ. રોજ શું વાત કરવાની હોઈ એ ખબર જ હોઈ તો પણ માતાપિતા  સાથે નું એક અતુટ અગાઢ  જોડાણ જેના કરને આપને નોર્મલ નાં રહી શકીએ. એમના માટે પણ દીકરો/દીકરી ઘરે ક્યારે આવશે એની રાહ ! આજ રીતે આપના મનગમતા વ્યક્તિ, પ્રિય વ્યક્તિ (લવ ) એમની રાહ જોવા માં એકસાઈટમેન્ટ  હોઈ. કોલ આવશે તો શું વાત કરીશ ? પેલી વાત કરું કે નાં કરું ? આટલું મોડું કેમ થયું હશે ? શું કરતી હશે ? અને જો મળવા નું હોઈ તો મારી હેર સ્ટાઈલ બરાબર છે કે નહિ ? કપડા નો કલર સારો તો લાગે છે ને ? આ ફેવોસ ને આજે જ પતવું હતું !! આ ગરમી તો જો , ડીઓ લગાવ્યો તો પણ પરસેવો વળે છે જાને કેટ કેટલું વિચારી નાખીએ , કેટ કેટલું જીવી લઈએ. અને જો આજ પ્રેમી સાથે તમે પુરા કમ્ફર્ટેબલ થઇ ગયા હોઈ તો મળશું ત્યારે શું શું કરશું ? કિસ કરવી કે નહિ ? કેટલું પ્લાન કરી નાખીએ, કેટલા સપના જોઈ નાખીએ !! 

બોવ જ ભૂખ લાગી હોઈ અને ગમે એવી ફાઈવ સ્ટાર હોટેલ માં ગયા હોઈ, જો ખાવા નું સમયસર નાં આવે તો પીતો જ હલી  જાય. આવા સમયે વધુ રાહ મતલબ વધુ ગુસ્સો. પછી ગમે એટલું સારું જમવાનું આવે , વેઈટર તો ગયો (જો કે આ કેસ માં આપણે  ખુદ જ વેઈટર કહેવાઈએ !!) જોબ ઈન્ટરવ્યું  માટે લાઈન માં બેસી ને રાહ જોતા હોઈએ કે બેંચ પર પેન હાથ માં લઇ ને પેપર આવવા ની રાહ જોતા હોઈએ, પરિસ્થિતિ લગભગ સરખી જ હોઈં. ગમે એટલા પ્રિપેર હોઈ તો પણ  અંદર થી એક છૂપો ડર  હોઈ.  ઘણી વખત બર્થ ડે  કે કોઈ સ્પેશિયલ દિવસ ની રાહ, ખુશી આપતી હોઈ છે.  પણ જિંદગી માં અમુક રાહ એવી હોઈ છે કે જે જિંદગી નાં આપે તો જ સારું- હોસ્પિટલ નાં બર્થ પર મોત ની રાહ જોતો દર્દી ! 

"મારો પણ એક દિવસ આવશે !" આ રાહ બધા જોતા હોઈ છે. ગમે તે પોજીશન પર હોઈ હજુ લોકો ને લાગતું હોઈ છે કે એનો દિવસ હજુ નથી આવ્યો. ભાઈ આજે જ તારો દિવસ છે જે કરવું હોઈ એ આજે જ કર. જિંદગી માં ખુશીઓ આવવા ની રાહ , રૂપિયા આવવા ની રાહ  કેટ કેટલું વેઇટ કરીએ છીએ આપને નહિ !! (કોઇ એમ નાં કહેતા મેસેજ કર્યા  પછી રીપ્લાય આવવા ની રાહ બાકી રહી ગઈ !)

પણ જિંદગી ત્યારે અટવાય છે જયારે આપને કાઈ રાહ જ નાં જોતા હોઈ. તમને ખુદ ને ખબર નથી હોતી તમે શું કરી રહ્યા છો. જીવન માં હવે એવું શું છે જેની તમે વેઇટ કરો છો ? તમને જવાબ નથી મળતો !! પણ અંદરથી ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે "હા એવું કૈક છે જેની હું રાહ જોવ છું." પણ શું ? "ખબર નહી !" !!

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.