વિશ્વ પર્યાવરણ દિવસ - મારી કલ્પના !

આમ તો ત્યારે અમે ગામડા માં રહેતા। મારી ઉમર લગભગ 8-10 વર્ષ ની હશે. ઉનાળા વેકેશન ની રજાઓ માં કૈક ખરીદી કરવા માટે મોટાભાગે ગામડે થી ગોંડલ જવા નું રહેતું. ઉનાળા માં જયારે ગામડે થી ગોંડલ જવા નીકળીએ ત્યારે એ 30 કિમી નાં રસ્તા માં વચ્ચે  ખાલી ખેતરો આવે , નાના નાના ડુંગરાઓ  આવે , ઉજ્જડ જમીન આવે , નાની નાની નદીઓ આવે. અમારા ગામ થી નીકળી એટલે સાવ ઉજ્જડ રસ્તાઓ , ધીમે ધીમે જેમ ગોંડલ નજીક આવતું જાય એમ ઘેઘુર વડલાઓ અને પીપળાઓ  રસ્તા ની બંને બાજુ એ આવતા જાય. અને આ ઘેઘુર વૃક્ષો નાં લીધે ગરમી માં ઘટાડો તમે ઓબ્સર્વ કરી શકો. હું સ્કુટર ની આગળ ની નાની સીટ માં બેઠા બેઠા આ બધું જોતા જોતા ક્યારેક કલ્પના માં ડૂબી જાવ.

" હું મોટો થઈશ  એટલે કૈક એવો મોટો સરકારી ઓફિસર બનીશ. પછી જ્યાં આ ડુંગરો અને ઉજ્જડ જમીન પડી છે ત્યાં જંગલ બનાવી દઈશ. વરસાદ પેલા જ ઉનાળા માં હેલીકોપ્ટર લઇ ને આખા ડુંગરાઓ અને વગડા માં પીપળા, લીમડા , વડ  વગેરે નાં બી મિક્ષ કરી ને  છાંટી  દેવાના. વરસાદ આવે એટલે થોડા દિવસ માં જ બધા ઉગી નીકળશે ધીમે ધીમે. ડુંગરાઓ ના ફરતી બાજુ વાડ   કરાવી દઈશ એટલે ગાય ભેંસ જેવા પ્રાણીઓ  ઉગી નીકળેલા છોડવાઓ ને ખાય નાં જાય. ઉપર આકાશમાંથી  જ દવા છંટાંવીસ  અને બધા વૃક્ષો નું ધ્યાન રાખવા થોડા માણસો રાખી દઇશ. થોડા વરસો માં તો આખા રસ્તા માં જંગલ થઇ જાશે "

આવું માસુમ વિચારતા વિચારતા રસ્તો ક્યાં નીકળી જાય એ ખબર જ નાં પડે. પંચતંત્ર ની જંગલ નાં પ્રાણીઓ ની વાર્તાઓ બોવ વાંચેલી કદાચ એના લીધે પણ આવું વિચારતો.

"જંગલ બની જાય એટલે એમાં થોડા સસલાઓ મુકીશ. જુનાગઢ જઈ   ને શક્કરબાગ માંથી બધા સિહો ને બાર કાઢી ને જંગલ માં છોડી દઈશ. ખેડૂતો ને હેરાન કરતા રોજડાઓ  ને પકડી ને જંગલ માં મૂકી  દઈશ. હરણ, શિયાળ , વરુઓ , ઝીબ્રા , જિરાફ બધા જ પ્રાણીઓ હશે. મસ્ત જંગલ થઇ જશે આજુબાજુ. પછી ગામડે થી ગોંડલ જવા માટે જંગલ માંથી જાવું પડશે. ગરમી ઓછી થઇ જાશે , વધુ વરસાદ આવશે. ઉનાળામાં ય નદીઓના પાણી નહી  સૂકાય "

આવી ને આવી કલ્પનાઓ માં ક્યારે ગોંડલ આવી જાય ખબર પણ નાં પડે. પપ્પા પૂછે " સુઈ ગયો હતો કે શું ?"  


7 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.