પાકીટ અને મોબાઈલ બધું ગયું - જાણે જિંદગી ફોર્મેટ થઈ ગઈ !

શનિવાર, આજે રજા નો દિવસ હતો. સવાર થી જ ઘર મા કંટાળો આવતો હતો. ક્યાંક શહેરની બાર જંગલ મા જતો રહું, નદી કિનારે જઈ ને આરામ થી બુક વાંચું એવા બધા મન થતા હતા. આખરે  બપોરે  મોબાઈલ મા થોડી ઈ-બુક્સ ડાઉનલોડ કરી ને નીકળી જ ગયો. ક્યાંક દૂર કાફે મા મસ્ત ચાઈ પીતા  પીતા  બુક વાંચીશ એવું નક્કી કરી ને ઝરમર વરસાદ મા બાઈક લઈ ને નીકળી ગયો.

નીકળતા તો નીકળી ગયો પણ આગળ જઈ ને ટ્રેક ના ખિસ્સા મા હાથ નાખ્યો તો મોબાઈલ ગાયબ! મને થયું કદાચ રૂમ પર જ ભુલાઈ ગયો હશે ! બાઈક પાછું વળ્યું ત્યાં પાકીટ પણ ગાયબ! ટ્રાફિક માં માંડ માંડ પાછો ત્યાં ગયો તો વોલેટ ના મળ્યું. મોબાઈલ તો સીધો જ "કવરેજ એરિયા ની બહાર આવતો હતો ". લાગ્યું કોઈએ સીમ કાર્ડ અને બેટરી કાઢી લીધા હશે.  હું લગભગ આઠમા ધોરણ મા હતો ત્યાર થી પાકીટ રાખું છું પણ ક્યારેય ખિસ્સા માંથી કાંઈ ખોવાણું નથી. પણ દિવસ જ ખરાબ હોઈ ત્યારે તમે કાંઈ ના કરી શકો.
mobile wallet 

બધું ખોવાતા જ જાણે જિંદગી માં ફોર્મેટ લાગી ગયું હોઈ એવું લાગ્યું ક્યાંથી પાછું સ્ટાર્ટ કરવું એ ખબર નોતી પડતી. બધી પ્રોસિઝર માંડ માંડ આજ પતી  છે અને આજે લખવા બેઠો છું. સૌથી ફાસ્ટ કામ ડોકોમો એ કર્યું પાંચ મિનિટ મા જ નવું ચાલુ સીમ કાર્ડ આપી કીધું અને સૌથી મોટું કામ ગુગલ બાબાનું ! બધા કોન્ટેક્ટ નું બેક અપ  ગુગલ પાસે હતું. અને ઓનલાઇન એટીએમ કાર્ડ બંધ થઈ ગયું.

અમુક મફત ની વણમાગી સલાહ -

  • તમારા મોબાઈલ ના કોન્ટેક્ટ્સ ગુગલ માં બેકઅપ લઈ લો 
  • અગત્યના ફોટા , અને ડોક્યુમેન્ટ ગુગલ ડ્રાઈવ મા રાખો અથવા લેપટોપ વગેરે મા બેકઅપ રાખો 
  • મોબાઈલ ના મેમરી કાર્ડ માં પાસવર્ડ રાખો। જ્યારે પણ મોબાઈલ ખોવાય જાય તો ફોર્મેટ માર્યા વગર કોઈ વાપરી ના શકે.
  • પાકીટ મા તમારા નંબર  અને એક મેસેજ વળી ચિઠ્ઠી રાખો "કે ભાઈ ડોક્યુમેન્ટ ખાતર પાકીટ પાછું આપી દે, રૂપિયા તું રાખી લજે  !! "
  •  બધા ડોક્યુમેન્ટ ની એક એક સોફ્ટકોપી રાખો 
  • પાકીટ માં બને એટલા ઓછા રૂપિયા રાખો। એટલે રૂપિયાની લાલચ ના લીધે પાકીટ ના રાખી લે..
  • પોલીસ તમને પાકીટ કે મોબાઈલ શોધવા મા હેલ્પ કરશે એવી  કાંઈ અપેક્ષા ના રાખો 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.