The Monk Who Sold His Ferrari બુકમાંથી શીખવા જેવી ૧૦ વાતો

The Monk Who Sold His Ferrari બુક બે વકીલોની વાતચીત છે. જેમાં એક વકીલ જુલીયન રૂપિયા અને પોપ્યુલારીટીના ચક્કરમાં આખી જીંદગી અને એની તબિયત વેડફી નાખે છે. જયારે ગંભીર બીમારીથી એ મરતા મરતા  બચે છે ત્યારે એને જીવનની નાનીનાની ખુશીઓ અને તબિયતનું મહત્વ સમજાય છે. તે જીવન નો રાઝ જાણવા માટે ભારત આવે છે અને શિવાયનાં સંતો સાથે સમય પસાર કરે છે અને "સુખી, સમૃદ્ધ અને તંદુરસ્ત જીવનનું" જ્ઞાન પ્રાપ્ત કરે છે.  જુલીયન આ જ્ઞાન તેમના મિત્ર અને જુનિયર વકીલને  આપે છે. તો વાંચો The Monk Who Sold His Ferrari બુકમાંથી શીખવા જેવી ૧૦ વાતો -

The Monk Who Sold His Ferrari બુકમાંથી શીખવા જેવી ૧૦ વાતો વિડીયોમાં -



The Monk Who Sold His Ferrari બુકમાંથી શીખવા જેવી વાતો

૧. મનને વશ કરો -
તમારા જીવનની ગુણવતા તમારા વિચારોની ગુણવતા પર આધારિત છે. તમારા મનને કેળવો.

2. સુખનું રહસ્ય સરળ છે તમારું મનપસંદ કામ કયું છે એ શોધી કાઢો અને તમારી તમામ શક્તિ એ કામ માં લગાડી દો.

૩. ઉદેશ્ય ને અનુસરો -
તમારા જીવનનું લક્ષ્ય શું છે એ શોધો. એ પ્રાપ્ત કરવાથી જીવનમાં સંતોષ મળે છે.

૪. બાહ્ય સફળતા આંતરિક સફળતાથી મળે છે

૫. ડર સામે લડો. આ દુનિયા શુરવીરોને પૂજે છે.જીવન ને ઉચ્ચસ્તર પર લઇ જવાનો શૂરવીરતા પૂર્વક સંકલ્પ કરશો તો તમારી આત્મા તમને અંદરથી માર્ગદર્શન આપી તમને શ્રેષ્ડ સ્થાને પહોચાડશે.

૬. કુદરતી સૌન્દર્યને ક્યારેય અવગણશો નહિ.  કુદરતી સૌન્દર્ય અંદરથી પ્રસન્નતા આપે છે.

૭ .અનુશાશનપૂર્ણ જીવન -
જીવનમાં અનુશાશન જરૂરી છે. તમે જેટલું અનુશાષિત જીવન જીવશો એટલું તમે તમારા મન પર વધુ કાબુ કરી શકશો.

૮. તમારા સમયનો આદર ક્રરો -
રેતીના કણની જેમ સમય હાથમાંથી સરકતો જાય છે.અને તે ક્યારેય પાછો ફરતો નથી. જે નાનપણથી સમયનો સદુપયોગ છે તે આબાદ, ફળદાઈ અને સંતોષકારક જીવન જીવે છે.

૯. લોકોની નિષ્કામ સેવા -
તમારા જીવનની ગુણવતા તમારા યોગદાનની ગુણવતાને અનુરૂપ હોઈ છે. લોકો ને આપવું એ એક ઉમદા કામ છે જે તમે સહેલાયથી કરી શકો છો. કોઈકના જીવનમાં મદદરૂપ થવાથી તમને આત્મસંતોષ અને પરમશાંતિનો અનુભવ થાય છે.

૧૦. વર્તમાન ગળે લગાડો -
વર્તમાનમાં જીવો. વર્તમાનની અનુપમ દેન નો આનદ ઉઠાવો.

--------
(આ બુકનો ગુજરાતી અનુવાદ એટલો સારો નથી. અંગ્રેજીમાં વાંચવું વધુ સારું રહેશે)

તમે અહીંથી આ બુક ખરીદી શકો છો.


(અમેઝોન અફીલેટ લીંક )

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.