ઈમોશન્સ, ફીલિંગ્સ - માણસ ને માણસ બનાવતી લાગણીઓ

લોકો કહે છે કે માણસ માટીનો બનેલો છે. પણ મારું માનવું છે કે માણસ લાગણીઓનો બનેલો છે. માણસને અન્ય પ્રાણીઓથી જુદું પડતું કૈક હોઈ તો એ છે લાગણીઓ. જો કે એવું નથી કે પ્રાણીઓને લાગણી નથી હોતી, કુતરાઓ વફાદાર હોઈ છે, ખુશી અને દુખ વ્યક્ત કરે છે. ગાય- બળદને પણ રડતા જોયા છે. પણ પ્રાણીઓ કરતા માણસો પાસે વધુ લાગણીઓ છે. માણસો લાગણીને બોલીને વ્યક્ત કરી શકે છે.


આ લાગણીઓ અદભૂત ચીઝ છે. લાગણી વગરનો માણસ (જેને જડ કહી શકો) એટલે રોબોટ જ બની જાય. લાગણીઓ પણ કેટલા પ્રકારની હોઈ છે પ્રેમની , ખુશીની, હાસ્યની, દુખની, એકલતા, ભય, ગુસ્સો  વગેરે વગેરે  આટલી બધી લાગણીઓને કેમ સંભાળવી? કેવી રીતે એક્સપ્રેસ કરવી?  બધી જગ્યાએ, બધા વ્યક્તિઓની સામે બધી લાગણીઓ વ્યક્ત નાં કરી શકાય. જેમ કે તમે કોઈના બેસણામાં હોઈ અને તમને કૈક સારા સમાચાર મળે તો ડિસ્કો નાં કરવા મંડાય. 

લોકો બીજાની લાગણીઓ સાથે રમે છે. પ્રેમની જુઠી લાગણી બતાવીને વિશ્વાસ તોડે છે જેને સાવ સાદી ભાષામાં દગો કહેવાય. તો અમુક લોકો લાગણીઓને છુપાવે છે. કોઈને પ્રેમ કરતા હોઈ તો પણ આખી જીંદગી કહી શકતા નથી. ગુસ્સે થયા હોઈ તો પણ નોર્મલ બિહેવ કરતા હોઈ છે. શું લાગણીઓ ને સંતાડવી જોઈએ ? ખાલી સામેવાળા વ્યક્તિને નહિ ગમે એવું માનીને તમે લાગણી વ્યક્ત નાં કરો અને અદર ને અદર જ દબાવી રાખો તો શું થાય? કહેવાય છે કે લાગણીઓ માણસને અંદરથી કોરી ખાય છે. લાગણીઓને સંતાડવી નાં જોઈએ, ખાસ કરીને તમારા સૌથી નજીકના લોકોને જે અંદરથી વ્યકત થાય એ વ્યક્ત કરવું જોઈએ. એ તમને અંદરથી હળવાફૂલ બનાવી દેશે. 

જો કોઈ વ્યક્તિ કે વસ્તુના લીધે તમને અંદરથી ખરાબ લાગણીઓ ફિલ થતી હોઈ, એ વસ્તુ કે વ્યક્તિ વિશેની લાગણી  તમે તમારા નજીકના વ્યક્તિને  નાં બતાવી શકતા હોઈ તો આવી વ્યક્તિ કે વસ્તુને ભૂલીને, ગમે એટલી મજબુરીમાં પણ દુર થઇ જવું જોઈએ. નેગેટીવ ઈમોશન્સ માણસને સૌથી વધુ પરેશાન કરે છે. રોજ રોજ અંદરથી  મારે છે. પણ જો આ ઈમોશન તમે તમારી કરીબી વ્યક્તિને વ્યક્ત કરીને સમજાવી શકો અને એ તમને સપોર્ટ કરે, તમને સમજી શકે તો આવા ઈમોશન્સથી ઝડપથી દુર જઈ શકાય છે. 

મારી લાગણીઓ વિશેની લાગણી તો વ્યક્ત કરી દીધી. તમારી લાગણી માટેની શું લાગણી છે એ કમેન્ટમાં જણાઓ. (ઈમોશન્સ અને ફીલિંગ અલગ વસ્તુ છે પણ અહી બંને માટે લાગુ પડે છે)

મારી બીજી પોપ્યુલર પોસ્ટ્સ - 

2 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.