આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

બુક રીવ્યુ - "નોર્થ પોલ" by Jitesh Donga

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

નોર્થપોલ એ Jitesh Donga ની બીજી નોવેલ છે. એમની પ્રથમ નોવેલ "વિશ્વમાનવ" ને વાંચકો તરફથી ઘણો જ પ્રેમ મળ્યો નોર્થ પોલ - વાત એક યુવાનની આત્મખોજની.. કવરફોટો ઉપરથી જ ખબર પડી જાય કે કોઈ યુવાન હશે એને જીંદગીમાં કાઈ કરવું ગમતું નહિ હોઈ અને ગમતું કામ ગોતવા કે પોતે કોણ છે એ શોધવા નીકળી જતો હશે. હા વાર્તા આવા જ એક "એન્જીનીયર" યુવાનની છે. દુનિયાભરમાં ઘણા લોકો આ સમસ્યાથી પીડાય છે. જયારે વાંચો ત્યારે સ્ટોરી પોતીકી લાગશે. 


સ્ટોરી વિશે  વધુ નથી કહેવું. એ તો તમારે વાંચવી જ પડશે. સ્ટોરી તમને પેલે થી છેલ્લે સુધી જકડી રાખે આવી છે. પણ જે લેખક "રામ" અને "મુશ્કાન" ની બેસ્ટ  લવ સ્ટોરી   લખી ચુક્યો હોઈ એની પાસે બીજી બુક માં વધુ આશા હોઈ. પણ અહી  જે લવસ્ટોરી છે એમાં એ રામ અને મુશ્કાન વાળું "ફિલ" નથી. 


મેં વિશ્વમાનવ મને શા માટે ગમી હતી એ મારા પહેલા પોસ્ટના રીવ્યુમાં લખ્યું હતું - 
"મને ખબર હતી આ ભાઈ એન્જીનીયર છે એટલે થયું કે ભાઈએ  થોડી ફિલોસોફી ઠોકી હશે. પોતાની જાત ને લેખક બનાવવા અને "હિટ" સાબિત કરવા ક્યાંક થી એકાદ સ્ટોરી પકડી ને એમાં સેક્સ નું વર્ણન   , ગાળા ગાળી વગેરે સારી રીતે લખી ને મોસ્ટ ઓપન માઈન્ડેડ "યુવા લેખક " બનવા ની ટ્રાય કરી હશે . એટલે પહેલા આ બુક વાંચવાનું મન જ નોતું થતું. એમાં પણ પછી આંખ નાં નબર ઉતરાવ્યા હોઈ નાં વાંચી શક્યો .  પછી સીધા જ કોઈ રીવ્યુ વાંચ્યા વગર બુક વાંચવાની શરૂઆત કરી ."   (વિશ્વમાનવનાં રીવ્યુ વાંચવા અહી ક્લિક કરો )  

પણ આ નોવેલમાં  એને એ જ કર્યું છે. કારણ વગરની ગાળો, પરાણે સેક્સ નું વર્ણન, ખબર નહિ "બિન્દાસ" , "ઓપન માઈન્ડેડ" કે "આધુનિક" લેખક ગણાવવા આવું બધું વધારે પડતું લખવું પડતું હશે. 

હવે બુક વિશે અને સ્ટોરી વિશે- પહેલા કહ્યું એમ સ્ટોરી પેલેથી છેલ્લે સુધી જકડી રાખે એવી છે. ઘણું શીખવા જેવું છે. જેમ જેમ બુકવાંચો એમ સ્ટોરીમાં એક ગંભીરતા આવતી જાય છે. સ્ટોરી તદન અનએક્સ્પેક્ટેડ છે.  ક્યારે ક્યાં પાત્રની એન્ટ્રી થશે એ કલ્પના પણ નાં કરી શકો. અમુક ફન્ની વન લાઈનર્સ  મસ્ત છે. અમુક વાત જીંદગીમાં ઉતારવા જેવી છે. કેટલીક વાતો ગંભીર અને મેચ્યોર છે. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યા કરે છે સ્ટોરીનું જોઈએ એવું વર્ણન નથી થયું. (નવા વાંચકોને આવું નહી લાગે). 

હા હજુ એક વાત, ઘણા લેખકો બીજાઓની વાર્તાઓમાંથી કન્સેપ્ટ ચોરતા હોઈ છે અહી Jitesh Donga એ પણ એવું જ કર્યું છે, પોતાની જ બુક વિશ્વમાનવમાંથી અમુક  કન્સેપ્ટ ચોર્યા છે. જેમ કે બંને સ્ટોરીમાં એક રખડતા, પાગલ છોકરા ને કોઈ સાવ અજાણી જ છોકરી ઘરમાં લાવે છે !!. સ્ટોરી અમુક અમુક જગ્યાએ મને વિશ્વમાનવનો બીજો ભાગ લાગતી હતી. પણ ના , સ્ટોરી ઘણી અલગ છે. 

સ્ટોરી બેસ્ટ છે. જાજા બધા પાત્રો પણ નથી કે ભૂલી જાય કોણ શું  કરતું હતું :D . જો તમે ક્યારેય નોવેલ નાં વાંચી હોઈ અને ફર્સ્ટ નોવેલ વાંચવા માંગતા હોઈ તો હું આ "નોર્થપોલ" જ સજેસ્ટ કરીશ.એકવાર જરૂરથી વાંચવા જેવી. અને હા , આ બુક એકદમ ફ્રી છે. તો તમે ફ્રી માં ડાઉનલોડ કરીને વાંચી શકો. અને ગમે તો તમે પેએટીએમ કે અન્ય માધ્યમથી ડોનેટ ભી કરી શકો .         


Comment with Facebook