બુક રીવ્યુ - "એલ્કેમિસ્ટ" by Paulo Coelho

એલ્કેમિસ્ટનો સીધોસાદો અર્થ "કોઈ પણ ધાતુને સોનામાં પરિવર્તિત કરી નાખનાર" એવો થાય. આ 1983 માં  Paulo Coelho દ્વારાબુકની કરોડો આવૃતિઓ વેચાઈ છે અને વંચાય છે. તો આ બુક માં એવું તો શું છે જે બીજા પુસ્તકોથી અલગ પડે છે ? એવું શું છે જે લોકોને આખું પુસ્તક વાંચવા મજબુર કરે છે? 

બુક રીવ્યુ - "એલ્કેમિસ્ટ" by Paulo Coelho આમ તો સ્ટોરી સાવ સીધીસાદી છે. એક છોકરો, જેને દુનિયા જોવી હોય છે એટલે ભણીગણીને  ભરવાડ બની જાય છે.એના ઘેટા ચરાવતો ચરાવતો એ  આખા  સ્પેનમાં ભ્રમણ કરે છે. એને બુક વાંચવાનો પણ શોખ હોઈ છે. એ આ ઘેટા અને બુક પાસેથી ઘણું શીખતો રહે છે. એને એક વિચિત્ર ઈજીપ્તના પીરામીડનું સ્વપ્ન આવે છે. અને એક દિવસ એ હિમ્મત કરી, બધા ઘેટા વેચીને ખજાનો શોધવા આફ્રિકા નીકળી જાય છે. જ્યાં તે  ડગલે ને પગલે ઘણું શીખે છે. એમાં એને એક "એલ્કેમિસ્ટ" મળે છે જે ઉપર કહ્યું એમ શીશાને સોનામાં  ફેરવવાની કળા જાણતો હોઈ છે. જે આ છોકરાને ડગલે ને પગલે ઘણું શીખાવાડે છે.  કુદરત અને કુદરત દ્વારા બનાવેલ તમામ વસ્તુઓ આપણને કૈક ને કૈક સુચન આપે છે તેને ઓળખીએ તો તમે તમારા સ્વપ્નો સાકાર કરી શકો છો.


"એલ્કેમિસ્ટ" બુકના સરસ સુવાક્યો - 

  • "જયારે તમે કૈક સાચા દિલથી ચાહો છો , ત્યારે આખી  દુનીયા(કુદરત) એને મેળવવામાં મદદ કરવા લાગી જાય છે " 
  • "સ્વપ્નો જોવાનું ક્યારેય બંધ નાં કરો"
  • છોકરાએ પૂછ્યું " જીવનનું અસત્ય  શું છે ?
    એ ઘરડા વ્યક્તિએ જવાબ આપ્યો "" અસત્ય એ છે કે, જીવનના અમુક કદમ પર તમે તમારી જીંદગી પરનો કાબુ ગુમાવી દ્યો છો. અને બધું નશીબ પર ઢોળી દ્યો છો. આ નશીબ જ દુનિયાનું સૌથી મોટું જુઠ છે" 
  • "કોઈ પણ માણસ તેના સ્વપ્નો પુરા કરવા હમેશા સક્ષમ હોઈ છે "
  • "એક જ એવી વસ્તુ છે જે તમને કાઈ પણ મેળવતા રોકે છે , એ છે અસફળતાનો ડર"
  • "કઈ પણ શીખવા માટે એક જ ઉપાય છે , કર્મ " 
  • "સંજોગો જેવું કાઈ હોતું જ નથી. તમારે શું કરવું છે એ હમેશા તમારા પર નિર્ભર કરે છે " 
  • "જો તમેં તમારા વર્તમાન પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો હમેશા ખુશ રહેશો. તમારું જીવન એક ઉત્સવ જેવું રહેશે, ભવ્ય ઉત્સવ કારણ કે જીવન આ જ ક્ષણમાં છે. 
  • "સામાન્ય વસ્તુઓ પણ અસામન્ય હોઈ છે, માત્ર બુદ્ધિશાળી વ્યક્તિઓ જ એને પરખી શકે છે." 
  • "પ્રેમ કરવા માટે કોઈ કારણની જરૂર હોતી નથી. જો કોઈ કારણ હશે તો એક દિવસ એ કારણ નહિ રહે અને પ્રેમ પણ ! "

હજુ આ "એલ્કેમિસ્ટ " બુક ના વાંચી હોઈ તો એકવાર જરૂરથી વાંચજો.

તમે અહીંથી આ બુક ખરીદી શકો છો.
(અમેઝોન અફીલેટ લીંક )

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.