હેપી બર્થ ડે - જીંદગી |

*નાં આ પોસ્ટ ને આજથી લાગુ થનાર GST  સાથે કોઈ જ લેવાદેવા નથી (હા હા હા )*

ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જીંદગી ક્યારે બની જાય ? કોઈ ને પ્રેમ કરવાથી ? કોઈ ને સાચો પ્રેમ કરવાથી ? ના. તમારી જિંદગી કોઈ વ્યક્તિ ત્યારે જ બની શકે જયારે તમે એને અનહદ ચાહતા હો અને એની સાથે એક એક પળ રહેતા હો. કોઈને દુર બેસી ચાહવું , એ ફીલિંગ અનુભવવી બહુ જ સરળ છે. પણ રોજ રોજ તમારે એ વ્યક્તિ સાથે રહેવાનું હોઈ , એની સારી - ખરાબ બધી આદતો તમને ગમવા માંડે. પોતાની પસંદ - નાપસંદ, એ વ્યક્તિ ની પસંદ- નાપસંદ બધાનો સરવાળો, ગુણાકાર ,ભાગાકાર, બાદબાકી બધું થયા પછી પણ પ્રેમ અનુભવાય ત્યારે જ એ વ્યક્તિ તમારી જીંદગી બની જાય. જયારે "આ સાલી જીંદગી" , "આ સરસ જીંદગી" બની જાય. સાચો પ્રેમ ત્યારે જ સમજાય કે જયારે તમે એ વ્યક્તિની સાથે રહો.  

કોઈ વ્યક્તિ તમારી જીંદગીમાં આવે , તમારી અસ્તવ્યસ્ત જિંદગી ને ઈસ્ત્રી મારી ને સુદ્રઢ બનાવી દે. જિંદગીનો એક ખાલીપો ભરી દે. તમે જયારે જયારે કોઈની જરૂર હોઈ ત્યારે એ સાથે જ હોઈ. કોઈ મુશ્કેલી કે કોઈ સમસ્યામાં હમેશા એક હમદર્દ બની રહે.એની સફળતા અને સકસેસનાં સપના વચ્ચે તમારી સફળતા માટે હમેશા પપ્રયત્ન  કરતી રહે. જીંદગીમાં ક્યારે ચોરીછૂપીથી આવીને દિલમાં ધીમે ધીમે કબજો જમાવી ને તમારી જીંદગી જ બની જાય.   પતિ-પત્નીના ઝગડાઓ, જોક્સ વગેરે એકબાજુ મૂકી ને લાઈફમાં તટસ્થ રીતે વિચારીએ ત્યારે એવું જ લાગે કે સો સમજે તો બંને જ એકબીજા માટે જીંદગી છે. (આ માટે લખેલી જૂની પોસ્ટ - "એ આપને નક્કી કરવાનું છે" વાંચવા અહી ક્લિક કરો ) .  


તે આવીને એવો તો શું જાદુ કર્યો , 

એકલો રહેતો "અંકિત"

તારા વગર જ એકલો લાગવા માંડ્યો !!

આજે આ જ " મારી જીંદગી" નો બર્થ ડે છે.  હેપી બર્થ ડે જીંદગી :)
હેપી બર્થ ડે - જીંદગી |
હેપી બર્થ ડે - જીંદગી | 




2 ટિપ્પણીઓ:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.