આઈડિયા, ટેકનોલોજી અને સફળતા !

હસી તો ફસી, વન ઓફ માય ફેવરીટ મુવી. એમાં એક નાની છોકરી હોઈ છે જે ખુબ ઈન્ટેલીજન્ટ હોઈ છે. સામે એક છોકરો હોઈ છે એ પણ એટલો જ ઈન્ટેલીજન્ટ હોઈ છે. (પણ પછી એ છોકરો સાત વરસથી એક છોકરીને સેટ કરવામાં પડ્યો હોઈ, કઈ કરી શકતો નથી.. હા હા. જો કે આ આડી વાત થઇ).  આ ઈન્ટેલીજન્ટ છોકરી એક મસ્ત ડાયલોગ બોલે છે "અગર મેં આઈડિયા હોતી ઔર તુમ ટેકનોલોજી , હમારી પતંગ ક્યાં મસ્ત હોતી નાં " (પછી છેલ્લે એ છોકરો સમજી જાય છે અને પેલી છોકરીને મુકીને આ આઈડિયાને પકડે છે. પાછી આડી વાત થઇ ગઈ.. હા હા ).

આઈડિયા, ટેકનોલોજી અને સફળતા !


પહેલા ટેક્સી શોધવી કેટલી અઘરી હતી. મેઈન રોડ પર જાઓ કે ટેક્સી સ્ટેન્ડ જાઓ ત્યાંથી એક ટેક્સીવાળા સાથે ભાવતોલ કરી સેટિંગ પાડી ઘર પર લઇ આઓ. અને આજે? એક એપ ડાઉનલોડ કરો , એડ્રેસ નાખો અને ટેક્સી ઘરના દરવાજે હાજર ! ટેક્સીનો રેટ અને બધું પહેલેથી જ ફિક્સ. તમારે દુર રહેતા કોઈ સ્વજનને ગીફ્ટ મોકલવી છે. પહેલા તમે ગીફ્ટ ખરીદતા, પછી કુરિયરવાળાને ત્યાં જતા અને કુરિયર કરાવતા. અને હવે ? એક વેબસાઈટ ખોલો (કે એપ), કોઈ પ્રોડક્ટ ચૂઝ કરો, તમારા સ્વજનનું એડ્રેસ નાખો , ગીફ્ટ માટેનું ચેક બોક્સ ચેક કરો. ગીફ્ટમાટે નો મેસેજ નાખો અને વસ્તુ ગીફ્ટ થઈને હજારો માઈલ દુર રહેતા સ્વજનના ઘરે પહોચી જશે ! (અરે ગુગલ મેપ ને કેમ ભૂલાય? એ તો પર્યોટકો માટેનો ભગવાનથી પણ વિશેષ છે ) આ બધું કેમ શક્ય બન્યું ? આઈડિયા અને ટેકનોલોજી થી જ તો ! 

નવો બીઝનેસ સ્ટાર્ટ કરવા, આ દુનિયામાં કૈક નવું ઇનોવેટ કરવા માટે શું જરૂરી છે ? એક આઈડિયા ? તમે માનો કે નાં માનો, ઘણા લોકોને નવા નવા આઈડિયા આવતા જ હોઈ છે. તમે જ વિચારી લ્યો તમારી પાસે કેટલા આઈડિયા પડ્યા છે ? ખાલી આઈડિયા આવવાથી તમે સફળ ના થઇ જાવ. તે આઈડિયા કેવી રીતે ઈમ્પલીમેટ કરવો એ પણ વધુ અગત્યનું છે. ફેસબુક જેને બનાવ્યું છે એ માર્ક ઝુકરબર્ગનું જ ઉદાહરણ લઈએ તો એને એવી કૈક સોસીયલ નેટવર્ક બનાવવાનો આઈડિયા આવ્યો કે જેમાં મિત્રો કનેક્ટ રહી શકે. હવે ખાલી આ આઈડિયાથી એ ફેસબુક ના બનાવી શક્યો હોત. એ આઈડિયા સાથે એને ફેસબુક કેમ બનાવવું એની ટેકનોલોજીનું પણ જ્ઞાન હતું. (એ આઈડિયા સાથે ફેસબુક બનાવી ઈન્ટરનેટ પર મૂકી દીધું અને આજે તમે બધા ત્યાં જ રહો છો ..હા હા ).

હવે પ્રશ્ન છે, 
૧. તમારી પાસે આઈડિયા છે, પણ ટેકનોલોજીનું જ્ઞાન નથી. તો શું કરવું ?
૨. આઈડિયા પણ છે , ટેકનોલોજીનું પણ જ્ઞાન છે. પણ ટાઈમ નથી ! ?

તમારી પાસે આઈડિયા છે, પણ ટેકનોલોજીનું જ્ઞાન નથી. આ કેસમાં બે વિકલ્પ છે , એક કે તમે જાતે ટેકનોલોજી શીખતા જાવ અને આઈડિયા  ઈમ્પ્લીમેન્ટ કરતા જાવ. આ ઘણો સમય માંગી લ્યે. અને બીજો પ્રોબ્લેમ એ છે કે જેવું તમે વિચાર્યું હોઈ એવી પ્રોડક્ટ નાં પણ બને ! બીજો વિકલ્પ એ છે કે તમે કોઈ ટેકનોલોજી એક્સપર્ટને હાયર કરી લો કે જેને એ આઈડિયા કેવી રીતે ઈમ્પલીમેન્ટ કરવો એનું જ્ઞાન હોઈ. આ વિકલ્પમાં તમને તમારો આઈડિયા ક્લીયર હોવો જોઈએ. જે વ્યક્તિને હાયર કરો એ વિશ્વાશું હોવો જોઈએ. (બાકી તમારા આઈડિયા પર કોઈ "બીલ ગેટ્સ" બની જાય ). 

હવે બીજો પ્રશ્ન કે તમારી પાસે આઈડિયા પણ છે અને એ આઈડીયાને પ્રોડક્ટ કેમ બનાવવી એ પણ ખબર છે પણ ટાઈમ નથી કે રૂપિયા નથી ! આ પ્રશ્નમાં સૌથી પહેલા તમને તમારા આઈડિયા પર પૂરો ભરોસો હોવો જોઈએ. એ આઈડિયાની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. એ અઈડ્યાની વેલ્યુ પરથી રૂપિયા માટે તમે ક્યાયથી પણ ઇન્વેસ્ટર્સ શોધી શકો. સારા આઈડિયા પર રૂપિયા વરસાવવા માટે ઘણા મીલીનીયોર્સ પડ્યા છે.   પે એટીએમ , ફ્લીપકાર્ટ ,ઓલા વગેરે આટલી ઓફર્સ ક્યાંથી આપે છે ? ( ઇન્વેસ્ટર્સના રૂપિયે જ તો ! ). 

પણ શું આ આઈડિયાને ઈમ્પલીમેન્ટ કરવા, દુનિયાને બદલાવવી એટલી જ ઇઝી છે? જવાબ છે "ના". તમને ટેકનોલોજીનું જ્ઞાન હોઈ કે નાં હોઈ , તમારી પાસે રૂપિયા હોઈ કે નાં હોઈ, દુનિયાને કૈક નવું આપવા માટે જાત ને ઘસી નાખવી પડે છે, તમારી કમ્ફર્ટ નોકરી કે ઇઝી લાઈફ છોડીને રિસ્ક લેવું પડે છે. આઈડિયા ઈમ્પ્લીમેન્ટ થઇ જાય પછી પણ એ ચાલશે કે નહિ એ નક્કી હોતું નથી. ઘણા સ્ટાર્ટઅપસ વેચાય જાય છે તો ઘણાનું  બાળ મરણ થઈ જાય છે. બાકી ઘણા "ચતુર" રૂપિયા અને સમયવાળા  લોકો  બીજાનો જ આઈડિયા ઉપાડી એને રી-ડીઝાઇન કરીને માર્કેટમાં મુકે છે (આ રી-ડીઝાઈનની વાત પછી ક્યારેક).  હજુ એક વાત, આઈડિયા માર્કેટમાં આવ્યા પછી એનું સતત માર્કેટિંગ જરૂરી છે. એ આઈડિયા લોકો ને કૈક લાભદાયી લાગવો જોઈએ. લોકો માટે એ વસ્તુ વાપરવી સરળ હોવી જોઈએ તો અને તો જ તમે સફળ થાવ છો અને દુનિયા બદલાય છે !! 

  

તમને મારી આ પોસ્ટ્સ પણ ગમશે - 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.