સબંધોનાં સમીકરણ- એક શોર્ટ સ્ટોરી

સબંધોનાં સમીકરણ

સબંધોનાં સમીકરણ
સબંધો નાં સમીકરણઅક્ષરને કલાસીસ માં એક વિકની રજા હતી, શું કરવું કઈ જ ખબર નો'તી પડતી. બધા જ રૂમ મેટ્સ ઘરે ગયા હતા, રૂમ માં એકલો જ હતો. કંટાળી ને ફેસબુક ચાલુ કર્યું. હમણાં જ સેન્ડ કરેલી રીક્વેસ્ટ એક્સેપ્ટ થઇ ગઈ હતી અને સાથે એક મેસેજ પણ હતો. "હું તને બરાબર ઓળખતી નથી. જોયો જ હશે પણ યાદ નથી. મને ખબર છે આપણે સેમ સોસાઈટીમાં રહીએ છીએ, પણ તારૂ ઘર કયું છે એ ખબર નથી ". આ મેસેજ હતો અક્સરની જ સોસાયટીમાં રહેતી રેશમાનો. રેશમા અક્ષરની જ  સોસાયટીમાં રહેતી હતી. અક્ષર રેશમાની નાની બહેન પ્રિયંકાને ઓળખતો હતો. રેશ્માને ક્યારેય સરખી જોઈ નાં હતી. 

અક્ષરે રીપ્લાય કર્યો. એક દિવસ પછી રેશમનો રીપ્લાય આવ્યો કે "હા યાદ આવ્યું , મકરસક્રાંતિમાં જોયો હતો " ત્યાંથી વાત થોડી આગળ વધી. અક્ષરે મોબાઈલ નંબર માંગ્યો , એને આજ સુધી કોઈ છોકરી પાસે મોબાઈલ નંબર માંગ્યો જ નહોતો . નંબર માગે અને છોકરી ડાઈરેકટ આપી દે એ સાવ જ નવું હતું. ત્યારે વોટ્સ અપ જેવી ચેટીંગ એપ હતી નહિ , બંનેએ એબીજાને ફોર્વર્ડેડ મેસેજ કરવાનું ચાલુ કર્યું.

ફોર્વર્ડેડ મેસેજ કરતા કરતા ક્યારે વાતો કરવાનું ચાલુ થઇ ગયું , ખબર જ નાં પડી.રોજનાં 200 મેસેજ ની લીમીટ પૂરી થઇ જાય. પછી જો હજુ ય વાતો નાં ખૂટી હોઈ તો કોલ માં એક - બે કલાક વાત ચાલે. ક્યારેક રેશમા મજાક મજાકમાં પૂછી લે - "આપને બેય સેમ કાસ્ટનાં હોઈ તો, શું તું મારી સાથે મેરેજ કરે?" અને અક્ષર - "હોત તો જોત " એવું કહી વાત ટાળી દ્યે. અક્ષર માટે આ એક ફ્રેન્ડશીપથી વધુ કાઈ નાં હતું. અને કદાચ હતું તો પણ એને બિચારાને કાઈ ખબર નોતી પડતી.

ધીમે ધીમે બંને એકબીજાને એડલ્ટ મેસેજ કરવા માંડ્યા, પોતાની જ મસ્તી માં ખોવાયેલ રહે. અક્ષર માટે આ બધું જ નવું હતું , દુનિયા એકદમ રોમાંચક લાગતી હતી. કોઈક અલગ જ દુનિયામાં જીવી રહ્યો હોઈ એવું લાગી રહ્યું હતું. હવે એક એક વાતમાં રેશમા હોય જ , એમના વગર ચલાતું જ નાં હોઈ એવું લાગતું.

હવે ધીમે ધીમે અક્ષરને ઘરે આવવાનો સમય નજીક આવતો હતો , એ રેશમાને મળશે એ વિચારીને જ એક્સાઈટેડ હતો. ઘણા બધા પ્લાન વિચારી લીધા હતા. રેશમા માટે શું ગીફ્ટ લેવી એ મુંજવણમાં 3 દિવસ એમ જ જતા રહ્યા. ફાઈનલી ઘરે જવાનો દિવસ આવી ગયો , રેલ્વે સ્ટેશન પાસેની શોપમાંથી એક મસ્ત ગીફ્ટ ખરીદી અને નીકળી પડ્યો. ટ્રેનમાં 2 દિવસ રેશમા સાથે વાત જ નાં થઇ શકી. રેશમાનો મેસેજ હતો કે એ ગામડે કોઈ મેરેજ માં જાય છે તો 10 દિવસ પછી આવશે.

અક્ષરે માંડ માંડ 10 દિવસ કાઢ્યા. રેશમા આવી ગઈ હતી , પણ આ શું ? સાવ બદલાય ગયેલી લાગતી હતી. એ તોફાન, એ મસ્તી, એ બિન્દાસ પણું બધું જ ગાયબ. ખાલી વાત કરવા ખાતર કરતી હોઈ એવું લાગતું. અક્ષરને મળવાનું પણ ટાળતી રહી. અંતે તો અક્ષર એ કંટાળી ને પેલી ગીફ્ટ પણ તોડી નાખી. જયારે અક્ષરે રેશમા નાં બદલાયેલા સ્વભાવ વિશે બહુ પૂછ્યું ત્યારે રેશમાએ અક્ષરને એવું કહ્યું કે આપને ફ્રેન્ડ છીએ હવે મારા મેરેજ માટેની વાત ચાલે છે તો થોડું ટેન્શન છે એટલે પહેલા ની જેમ વાત નથી થઇ શકતી. અજીબ વાત એ હતી કે અક્ષરને રેશમા નાં મેરેજની વાત સાંભળીને બોવ કઈ એવું લાગ્યું નહિ .

આમ જ ઘણા દિવસો વીતી ગયા , એક દિવસ પાછો રેશમાનો મેસેજ આવ્યો। હવે બંને પાસે વોટ્સ અપ હતું. પાછી બધી વાત એમ જ ચાલુ થઇ, પણ થોડા દિવસમાં પાછી રેશમા બદલાય ગઈ અને હવે અક્ષર માટે રેશમાને સમજવું ઘણું જ અઘરું હતું. ક્યારક ક્યારેક રેશમા સાથે એમ જ ઔપચારિક વાત થઇ જતી. રીયલમાં તો એ અક્ષર ને એક- બે વાર જ મળી હતી એ પણ રોડ પર પાંચ દશ મિનીટ!! બે વર્ષ થઇ ગયા પણ હજુ રેશમાનાં મેરેજ કે સગાઇ કાઈ થયું નાં હતું. 

હવે , અક્ષરનાં મેરેજ નક્કી થયા. અક્સર ને હવે રેશમા બોવ જ યાદ આવતી હતી. થતું હતું કે હું એને નાં સમજી શક્યો કે એ મનેનાં સમજી શકી. ત્યાં જ રેશમા નો કોલ આવ્યો, અક્ષરનાં મેરેજ વિશે વાત થઇ. આ વખતે અક્ષરે રેશમાને મજાક માં પૂછ્યું " હજુ તું મારી સાથે મેરેજ કરી શકે ? " અને રેશમા એ "હા હા , ચલ ભાગી જઈએ। .." કહી વાત ટાળી નાખી...

બીજી પોપ્યુલર પોસ્ટ્સ 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.