બુકરીવ્યું - અગનપીપાસા - કુન્દનિકા કાપડિઆ

આમ તો હમણાં શિયાળાની ઠંડીઓમાં થોડો સમય હતો તો આ બુક અગનપીપાસા ઓર્ડર કરી. શરૂઆતમાં ધીમી ધીમી લગતી આ નવલકથા ક્યારે તમને પકડી લ્યે અને તમે પુરી કરવા મજબૂર બનો ખબર જ ના પડે. આ નવલકથા મેઘાણી કે કનૈયાલાલ મુનશીની નવલકથા જેવી વેગીલી નથી, કે કોઈ જકડી રાખતી પ્રેમ કહાની નથી. આ થોડી અલગ પ્રકારની વાર્તા છે, એકદમ ક્લાસિકલ મુવી જેવી ! 

આ વાર્તા સોમ કરીને એક યુવાનનની છે જેમને એમના પાપા પાસેથી સંગીતનો વારસો મળેલો છે અને  સારું વાયોલિન વગાડી જાણે  છે. ભગવાને એમને બહુ સરસ સંગીતકળાં  આપેલી હોય છે પરંતુ એમના નશીબ સાથ આપતા હોતા નથી અને જીવનમાં ઘણા ધકકા ખાય છે. આ ધક્કાઓ એને જિંદગીની સાચી હકીકત સમજાવે છે અને જે સફરમાં મળ્યું છે એ ખરેખર એ જોઈ શક્યો નથી. 

આ નવલકથા એક સડસડાટ એકશ્વાસે વાંચી નાખવા જેવી વાર્તા કરતા ધીમે ધીમે ફરીથી વાંચવાનું મન થાય એવી વાર્તાને સાથે સાથે ફિલોસોફી પણ છે. અમુક વાક્યો વાંચતા વાંચતા ટીક કરવાનું મન થઇ જાય એવા સરસ છે.  મોટાભાગના લોકોને ક્યાંકને ક્યાંક સોમની વાત પોતીકી લાગે એવી છે. 


બુકરીવ્યું - અગનપીપાસા   -  કુન્દનિકા કાપડિઆ


આ પુસ્તક તમે અમેઝોન પરથી ઓર્ડર કરી શકો છો 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.