પાપ પશ્ચાતાપ - હરકિશન મહેતા

હમણાં જ હજુ ડાકુઓ પરની હરકિશન મહેતાની નવલકથા  "પાપ પશ્ચાતાપ" પુરી કરી. ડાકુ માધોસિંઘ કેમ કરીને ડાકુ બન્યો , એમના રોમાંચક પ્રસંગો અને કેવી રીતે ચંબલ ડાકુમુકત બન્યું એ પ્રસંગો એક પછી એક વાંચ્યા જ કરો, નવલકથા મુકવાનું મન જ ના થાય. આ પુસ્તક પૂરું કર્યા પછી બીજે દિવસે કાંઈ કામ ના હોય, જોવા માટે મુવી શોધતો હતો અને વૉચિંગ લિસ્ટમાં મૂવીનું નામ જોયું "સોનચીરીયાં". ડાકુઓ પરનું  આ મૂવી પણ એટલું જ જોરદાર  છે પણ જયારે સેઈમ ટોપિક પરનું પુસ્તક વાંચો અને મુવી જોવો એટલે કમ્પૅરિઝન થઇ જ જાય. જયારે તમે પુસ્તક વાંચતા હોય ત્યારે દરેક પ્રસંગોના દિરદર્શક તમે જ હોય. તમે ડાકુઓ કેવા લાગતા હશે એ ઈમેજીન કરો, ચંબલ કેવી હશે, નદીઓ કેવી હશે, કોતરો કેવી હશે બધું જ. ઉપરથી 300 રૂપિયાના એ પુસ્તકમાં એટલા પ્રસંગો હોય કે એ બધાને સમાવવા માટે 4-5 ફિલ્મો બનાવવી પડે. એટલે મોટાભાગે કોઈ પુસ્તક વાંચ્યું હોય અને એના ઉપર ગમે એટલી સરસ ફિલ્મ બને તો પણ થોડી અધૂરપ જ લાગે। (નોંધ સોનચીરીયા  મુવી પાપ પશ્ચાતાપ નવલકથા પર નથી પરંતુ બંને ડાકુઓ ઉપર છે). 


પાપ પશ્ચાતાપ - પુસ્તક રીવ્યુ - 

book review harikishan mehta

આ પુસ્તક હરકિશન મહેતાનું પીળા રૂમાલની ગાંઠ, જડ -ચેતન, જગ્ગા ડાકુના વેરના  વધામણાંની જેમ એક બેસ્ટ સેલર પુસ્તક છે.  પુસ્તકની શરૂઆતમાં લખ્યું છે એમ લેખક હરકિશન મહેતા પોતે જેલની મુલાકાત લઈને ડાકુઓને મળીને આ પુસ્તક લખેલ છે. ઘણી ઘટનાઓ ફક્ત વાર્તા ના લગતા સાચી લાગે એવી છે, ક્યાંય અતિશયોક્તિ નથી. 


હરકિશન મહેતાની પાપ પશ્ચાતાપ નવલકથા ચંબલના ડાકુ માધોસિંહ ઉપર છે. આઝાદી પછીના વર્ષોમાં ચંબલની આસપસના પ્રદેશોના યુવાનો ડાકુ કેમ બની જતા કે કેમ બનવું પડતું, ડાકુઓનું જીવન કેવું રહેતું, કમાયેલા રૂપિયાનું શું કરતા, પોલીસ અને ગવર્નમેન્ટનો શું રોલ હતો, છેવટે ચંબલના ડાકુઓનું શું થયું એ બધું જ આ પુસ્તકમાં આવરી લીધેલું છે. પુસ્તકનું લખાણ એકદમ સરળ ગુજરાતીમાં છે. આખી વાર્તા શરૂઆતથી અંત સુધી તમને ઝકડી  રાખે એવી છે. વાર્તામાં ક્યાંય ખોટા વર્ણનો કે ખોટી ફિલોસોફી નથી, પ્યોર વાર્તા જ છે. 

આ પુસ્તક વાંચતા વાંચતા હું ખરેખર ચંબલમાં હોય એવી અનુબૂતિ થતી હતી, ડાકુઓની વાતો, લૂંટની ઘટનાઓ, પોલીસ સાથેની મુઠભેડ, કિડનેપિંગ વગેરે નજરે નિહાળતા હોય એવું લાગ્યું। ખરેખર અત્યારે નવા ફિલ્મો આવતા નથી ત્યારે અમુક ફાલતુ સિરીઝમાં સમય વેડફવા કરતા ખરેખર આ પુસ્તક વાંચવા જેવું.

તમે અમેઝોન પરથી આ પુસ્તક ખરીદી શકો છો 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.