1990 vs 2020 બદલાવ

1990 vs 2020  બદલાવ -

1990 થી અત્યાર સુધીના લગભગ 30 વર્ષમાં દુનિયામાં આમ તો ઘણા બધા બદલાવો આવી ગયા છે પરંતુ આપણી આસપાસ સરળતાથી જોઈ શકાય એવા મુખ્ય ઘણા બદલાવો છે. આ બદલાવો સારા પણ છે અને ખરાબ પણ છે તો ચાલો આવા અમુક બદલાવો વિષે ટૂંકમાં વાત કરીએ! 




1. ઘરદીઠ એક કે ઝીરો વાહન
1. ઘરદીઠ ઓછામાં ઓછું એક વાહન

2. ઉચ્ચ મધ્યમ ક્લાસ પાસે એક લેન્ડલાઇન ફોન.
2. વ્યક્તિ દીઠ એક ફોન

3. ફકત લગ્ન અને તહેવારોની ઉજવણી.
3. લગ્ન તહેવારો ઉપરાંત બર્થ ડે, એનીવર્સરી, ફલાણી પાર્ટી, ઢીકની પાર્ટી.

4. કેક, આઈસ્ક્રીમ, મોંઘી ચોકલેટો ભાગ્યે જ ખાવા મળતી, પીઝા બર્ગર, ચાઇનીઝ પંજાબી, સાઉથ ઇન્ડિયન મુખ્ય શહેરો શિવાય બહુ રેર હતું.
4. આ બધું જ ઇઝી અવેલબલ

5. ફ્રીઝ, ટીવી, કૂલર, એસી ભાગ્યે જ જોવા મળતા
5. ઘરદીઠ ઓછામાં ઓછું એક ફ્રીઝ, ટીવી અને મોટા ભાગના ઘરોમાં કૂલર કે એસી

6. ટીવીમાં મોટા ભાગના ઘરોમાં દૂરદર્શન એન્ટેના, ઉચ્ચ વર્ગોમાં લિમિટેડ ચેનલવાળા કેબલ
6. લગભગ બધા ટીવીમાં કેબલ, ઉપરાંત ઈન્ટરનેટ કન્ટેન્ટ.

7. શીખવા માટે પુસ્તકો, મેગેઝિન
7. શીખવા માટે વિડિઓઝ, એપ, ઈન્ટનેટ પર માહિતી, પુસ્તકો

8. પોતાના વિચારો, આર્ટ વગેરે લોકો સમક્ષ મૂકવા માટે બહુ લિમિટેડ ઓપ્શનસ
8. આજકાલ વિચારો, આર્ટ, કવિતાઓ , લેખો લોકો સમક્ષ પહોચાડવા માટે સોશિયલ મીડિયા

9. રસોઈ માટે મોટા ભાગે લાકડાના દેશી ચૂલાઓ અને કેરોસીન વાળા પ્રાયમસ.
9. રસોઈ માટે મોટા ભાગે lpg ગેસ અને ગેસ લાઈનો. માઇક્રોવેવનો પણ ધીમે વધતો ઉપયોગ

10. મેમરી માટે ફકત સ્ટુડિયોમાં ફોટો અથવા કોઈના લગ્નમાં ક્યાંક અચાનક પડેલ ફોટો.
10 રોજે રોજના ફોટાઓ ઉપરાંત સ્પેશિયલ ફોટો શૂટ. આ ઉપરાંત વિડિયો પણ ખરા. બધા પોતાને ફોટો ગ્રાફર કે એક્ટર સમજી રહ્યા છે.

આ તફાવતો ફકત એમ જ નોસ્ટેજીયા માટે મુકેલ છે. ઘણું સારું થયું છે ઘણું ખરાબ. ક્યાંક ને ક્યાંક સમય બચી રહ્યો છે તો સામે ખોટા ખર્ચા વધ્યા છે. આમ તો જીમ અને હેલધી ફૂડ માટે અવેરનેસ વધી છે તો સામે ફસ્ટફૂડ અને કોલ્ડ્રિંક પીવાનું ચલણ પણ વધ્યું છે. ગર્લ્સ એજ્યુકેશન, વુમન એમ્પાવરમેન્ટ વગેરે સામાજિક સમસ્યાઓ પર પણ લોકો જાગૃત થઈ રહ્યા છે. તો સામે છેડે કઈક તો એવું છે જે આપણને સ્ટેટ્સ સાથે સ્ટ્રેસ ફ્રી આપી રહ્યું છે.

આ બ્લોગ તમને ગમે તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.