હેપ્પી ચકલી દિવસ - ચકલા બાજ ના બને
"ચકલા ક્યારેય બાજ ના બને"
આવું કહીને અમારા સમાજનું અપમાન કરવામાં આવ્યું છે એ અમે માફ નહીં કરીએ. અમે તમારું શું બગાડ્યું છે? અમે નાનકડા પક્ષી, દાણા ચણીએ, નાના નાના કીટકો ખાઈએ, તમારા ઘરની આજુબાજુમાં માળો બાંધીએ એ નાતે પડોશી પણ થયા ને!
નાનપણથી તમે ચકા અને ચકીની વાર્તાઓ સાંભળી છે. ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં ગીત તો ગાયું જ હશે હા ને! આ ઉપરાંત નાનપણથી જ અમારી કેટલી આવી યાદો સચવાયેલી હશે.
અમે કબૂતરો જેટલું ઘર ગંદુ પણ નથી કરતા કે નથી બીમારીઓ ફેલાવતા. ચી ચી નો મધુર અવાજ કરી રમ્યા કરીએ. હા જો અરીસા બહાર રાખ્યા હોય તો એને ખરાબ કરીએ પણ એ તો રમત જ વળી. પાણીના કુંડમાં અમને નહાતા જોઇને ફોટો પડવાનું મન થઈ જાય કે નહીં?
અમે મોટા પક્ષીઓ, બિલાડાઓ થી તો જેમ તેમ કરીને બચી જઇએ પણ તમે ય સાથ આપજો હો... અને હા..
"ચકલા બાજ ના બની શકે એમ બાજ પણ ચકલા ના બની શકે હો.."
આજનો ૨૦ માર્ચનો દિવસ ચકલી દિવસ તરીકે ઓળખાય છે. હવેથી ગરમી શરૂ થાય છે તો અમારી માટે પાણીની સાથે સાથે ચણ પણ મૂકજો હા ને. હેપ્પી ચકલી દિવસ.. 😄
તમને આ બ્લોગ ગમતો હોય તો ફોલો કરજો અને શેર કરવાનું ના ભૂલતા.
ટિપ્પણીઓ નથી: