ખુશીઓનું સરનામું 8 - સાચો સંતોષ

ડૉ કિરણ બાળકોની એક સફળ ડોકટર હતી. એને અત્યાર સુધીમાં કેટલા કેસ હાથમાં લીધા હતા એનો કોઈ રેકોર્ડ નહોતો. એને નાની ઉંમરથી જ બાળકોના ઇલાજ કરવામાં મહારત હાંસિલ કરી લીધી હતી. અત્યાર સુધીમાં પોતાની મોટી ભવ્ય હોસ્પિટલ ઉભી કરી દીધી હતી.



ડૉ કિરણનું મુખ્ય મોટીવેશન હંમેશા રૂપિયા અને નામના કમાવવાનું જ રહેતું. એ જ્યારે પણ પેશન્ટની વિઝીટમાં જતા ત્યારે હમેશા એનું ધ્યાન ટ્રીટમેન્ટ અને બિલ પર જ રહેતું.


આજનો કેસ થોડો અલગ હતો. આજે આવેલ બે વર્ષની બાળકીનો કેસ એકદમ ક્રિટિકલ હતો. પરંતુ એના ઓપરેશન માટે બાળકીના પરિવાર પાસે રૂપિયા નહોતા. આખા રાજ્યના ડોક્ટરોએ આ કેસમાં હાથ ઊંચા કરી દીધા હતા. હવે એક માત્ર ઉમ્મીદ ડો કિરણ હતા. ડૉ કિરણ પાસે નામના મેળવવાની આ એક અનમોલ તક હતી. પરંતુ હોસ્પિટલનો પહેલો નિયમ હતો કે ડિપોઝિટ ભરાય પછી જ ઓપરેશન થાય. ડૉ કિરણનું માનવું હતું કે આ કોઈ સેવાભાવી સંસ્થા નથી, રૂપિયા હોય એમના ઈલાજ માટે જ વ્યવસ્થા છે.


પરંતુ આજે નામના મેળવવા માટે ડો કિરણે પોતે જ ડિપોઝિટ જમા કરાવી દીધી અને ઓપરેશન શરૂ કરી દીધું. ઓપરેશન સફળ રહ્યું. જો થોડું પણ મોડું થયું હોત તો બાળક બચી શકે એમ હતું જ નહીં. ચારેકોર ડો કિરણનો જયજયકાર થયો.


પછી બાળકનો પરિવાર રૂપિયા આપવા હોસ્પિટલ આવ્યો, ડો કિરણને મળ્યો. પહેલીવાર આમ ડૉ કિરણ સારા મૂડમાં હતા અને દર્દીના પરિવાર સાથે વાત કરી રહ્યા હતા. વાત કરતાં કરતા એમને પરિવારની ભાવના જાણી અને સમજાણું કે " અહીં મારું કામ ફક્ત રૂપિયા કે નામના કમાવવાનું જ નથી, ભગવાને મને ચોક્કસ કાર્ય માટે મોકલી છે, મારે પરિવાર વિખરાતા બચાવવાના છે, મારે એક નાની જીંદગી બચાવીને એ દુનિયા માણી શકે એવું કાર્ય કરવાનું છે"


અંતે એ બાળક બચી ગયું, ડો કિરણને ઘણા મેડલ અને વાહવાહી મળી. પરંતુ બાળકના પરિવારને એણે કરેલી મદદથી જે સંતોષ મળેલો એ ઇનામ સૌથી મોટું હતું.
- અંકિત સાદરીયા Ankit Sadariya-patel

તમને આ વાર્તા કેવી લાગી એ જરૂરથી જણાવજો. બ્લોગ ફોલો કરવાનું ના ભૂલતા.

તમને આગળના ખુશીઓના સરનામાંના ભાગ વાંચવા પણ ગમશે -

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.