છત્રી - એ કોરી રહી, હું ભીંજાય ગયો!
અમે કોલેજમાં સાથે હતા ત્યારની વાત!
એ દિવસે બહુ વરસાદ પડી રહ્યો હતો. એની પાસે છત્રી નહોતી. કોલેજના બધા ક્લાસ પૂરા થઈ ગયા હતા અને એ છેલ્લે હતી, વરસાદમાં પલળવાના ડરે ચાલતી હતી.
હું શાંતિથી છત્રી લઈને પાછળથી આવ્યો અને એને કાંઇ કહ્યા વગર શાંતિથી છત્રી એના પર રાખી, અમે બસ સ્ટોપ સુધી એમ જ ચાલ્યા
એ કોરી રહી,
હું ભીંજાય ગયો!
એણે ક્યારેય પાછળ ના જોયું
મેં ક્યારેય એની પાસેથી એવી અપેક્ષા ના રાખી!
- અંકિત સાદરીયા

આ ગુજરાતી માઈક્રોફિક્શન વાર્તા કેવી લાગી એ જરૂરથી જણાવજો. આવી બીજી નાની વાર્તાઓ, આર્ટિકલ, માઈક્રોફિક્શન વાર્તાઓ, નાની કવિતાઓ માટે બ્લોગ જરૂરથી ફોલો કરજો
ટિપ્પણીઓ નથી: